શ્રેણીબઘ્ધ ધડાકાઓથી ધ્રુજી ઉઠ્યું જામનગર

  • December 22, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એરફોર્સની પ્રેકટીસના હોવાનું અનુમાન: શિયાળામાં ધડાકા વધુ મહેસુસ થતા હોવાથી લોકોમાં જાગી ચર્ચા: અનેક મોટી ઇમારતોના બારી બારણા પણ ખખડ્યા

આજ સવારના ૧૦ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીના એક કલાકમાં જામનગર શહેરમાં શ્રેણીબઘ્ધ ધડાકાઓ સાંભળવા મળ્યા હતા, અમુક ધડાકા એટલા પ્રચંડ હતા કે ઉંચી ઇમારતોના કાચ ખખડી ઉઠ્યા હતા, જો કે આજના ધડાકા પણ રાબેતા મુજબ એરફોર્સની પ્રેકટીસના હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
સવારના ૧૦ વાગ્યાથી ધડાકાઓ શરુ થયા હતા અને આ લખાય છે ત્યારે ૧૧.૦પ કલાકે સૌથી પ્રચંડ ધડાકો સંભળાયો હતો, જે ઉંચી ઇમારતો પર બેઠેલા લોકોએ વધુ મહેસુસ કર્યો હતો.
શિયાળાની મોસમ આમ પણ જાન્યુઆરી માસ નજીક આવે ત્યારે ધરતીની અમુક પ્લેટો માઇનોર ખસેડાતી હોવાથી દેશમાં અને વિદેશમાં ભૂકંપના આંચકાઓ અનુભવવામાં આવે છે, ગુજરાતમાં પણ જાન્યુઆરી માસમાં જ ભયાનક ભૂકંપ આવ્યો હતો, એટલે જ્યારે પણ શિયાળાની મોસમમાં આવા ભેદી ધડાકા સંભળાય ત્યારે લોકોને એ ભૂકંપની યાદ તાજી થઇ જાય છે, જો કે આજના ધડાકા રાબેતા મુજબ એરફોર્સ દ્વારા કરાતી સોનીક બુમના હોવાની પૂરી સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application