રાજપાર્ક વિસ્તારમાં બાળકીની માતાના હૈયાફાટ રુદનથી ગમગની છવાઇ....
શહેરમાં ૧૨ વર્ષની ફુલ જેવી બાળકી દ્રષ્ટીની ઘાતકી હત્યા નિપજાવવામાં આવતા અરેરાટી ફેલાઇ ગઇ છે, જેને ટીફીન આપવા ગઇ એ શખ્સે જ રહેશી નાખતા અનેક સવાલો ઉઠયા છે, જી.જી. હોસ્પીટલ ખાતે પડેલો બાળકીનો મૃતદેહ તથા વ્હાલસોયી પુત્રીના મૃત્યુના કારણે ભાંગી પડેલી માતાએ હૈયાફાટ રુદન કરતા ગમગીની છવાઇ ગઇ હતી અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા, જી.જી. હોસ્પીટલ ખાતે જીલ્લા પોલીસવડા સહિતનો કાફલો પહોચ્યો હતો અને પ્રાથમિક વિગતો જાણી હતી, સામાન્ય પરિવારની બાળકીની હત્યાથી અરેરાટી ફેલાઇ ગઇ છે. હોસ્પીટલ ખાતે મૃતક બાળકીની માતાએ મિડીયા સમક્ષ કહયુ હતું કે આરોપીને કડક સજા મળવી જોઇએ, અમે શરુ સેકશન રોડ પર કામ સબબ ગયા હતા અને પાછળથી આ અંગેનો ફોન આવ્યો હતો, ગઇકાલે બપોરે આ ઘટના સામે આવતા આડોશ પાડોશના લોકો દોડી આવ્યા હતા, પોલીસે જુદી જુદી ટુકડીઓ તપાસ માટે રવાના કરી છે, બાળકીના મોતથી રાજપાર્ક વિસ્તારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે, જી. જી. હોસ્પીટલ ખાતે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. ઈનસેટ તસવીરમાં ક્રુર હત્યાનો ભોગ બનેલી માસૂમ બાળકી દ્રષ્ટી કારાવાદરા.
***
એડવોકેટની સરાજાહેર હત્યાના આરોપી પણ હજુ પકડાયા નથી ત્યાં સપ્તાહમાં બીજી હત્યાથી ખળભળાટ: ૧૪ જેટલા છરીના ઘા ઝીંકી આરોપી ટ્રકચાલક ફરાર : જુદી જુદી ટુકડીઓ દ્વારા નરાધમની સઘન તપાસ : કારણ અકબંધ
જામનગરના રાજપાર્ક વિસ્તારમાં ગઇકાલે બપોરે ૧૨ વર્ષની માસુમ બાળાને છરીઓના આડેધડ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સામે આવતા ભારે અરેરાટી સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો બનાવની જાણ થતા જી.જી. હોસ્પીટલ અને ઘટના સ્થળે એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો દોડી ગયો હતો અને પાડોશમાં રહેતા આરોપી ટ્રકચાલકને પકડી પાડવા જુદી જુદી ટીમો દોડતી થઇ હતી, શહેરમાં એક સપ્તાહના ટુંકા ગાળામાં હત્યાની બીજી ઘટના સામે આવતા કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉઠયા છે, ફરીયાદના આધારે પોલીસે મુળ ખંભાળીયાના અને હાલ રાજપાર્કમાં રહેતા શખ્સની શોધખોળ માટે ચક્રો ગતીમાન કર્યા છે. આ બનાવે શહેરમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.
જામનગરના રાજપાર્ક વિસ્તારમાં રહેતી દ્રષ્ટી કારાવદરા નામની ૧૨ વર્ષની બાળા ગઇકાલે બપોરે પાડોશમાં રહેતા લાલજી પંડયા નામના વૃઘ્ધને ટીફીન દેવા ગઇ હતી, દરમ્યાન અચાનક આરોપીએ કોઇ કારણસર બાળકી પર છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નિપજાવી નાશી છુટયો હતો. બનાવની જાણ થતા પોલીસ ટુકડીમાં દોડધામ મચી ગઇ હતી.
બાળા પર છરીથી હુમલો કરાતા તેણીએ રાડા રાડ કરી મુકી હતી અને આડોશ પાડોશના લોકો દોડી આવ્યા હતા, બીજી બાજુ શરુ સેકશન રોડ પર મકાનના કામ સબબ ગયેલા બાળકીના માતા-પિતાને બનાવની જાણ કરાતા તેઓ પણ તાકીદે દોડી આવ્યા હતા અને લોહીમાં લથપથ પડેલી બાળકીને ૧૦૮ મારફત હોસ્પીટલ લઇ જતા તેણીનો મૃતદેહ જ પહોચ્યો હતો.
બનાવની જાણ થતા એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, પીઆઇ એન.એ. ચાવડા સહિતનો કાફલો હોસ્પીટલ અને બનાવ સ્થળે દોડી ગયો હતો, બાળકીના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ભાગી છુટેલા લાલજી પંડયાને પકડી પાડવા જુદી જુદી ટીમ કામે લાગી હતી, હુમલાખોર લાલજી મૃતક બાળકીના પિતા સાથે ટ્રક ડ્રાઇવીંગનું કામ કરતો હતો અને અહીં ભાડાના મકાનમાં રહેતો હતો, આરોપીને બાળાના પરિવાર સાથે સબંધો હોય અવર જવર અને જમવાનું ટીફીન પહોચાડતા હતા.પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન આરોપી ટ્રકચાલક લાલજી પંડયા ખંભાળીયાનો વતની છે અને ત્યાં પણ તેણે હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે, જે દીશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે, કયા કારણસર બાળકીને રહેશી નાખવામાં આવી એ આરોપી હાથમાં આવ્યા બાદ સ્પષ્ટ થશે, હાલ આ બનાવે ભારે અરેરાટી સાથે ચકચાર મચાવી છે.
બનાવ અંગે જામનગરના રાજપાર્ક વિસ્તાર ગુરુકૃપા હાઇટેક એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને ટીફીન સર્વિસનું કામ કરતા મૃતક બાળાના માતા શાંતાબેન રાજેશભાઇ કારાવદરાએ સીટી-બી ડીવીઝનમાં મુળ ખંભાળીયાના હાલ રાજપાર્ક રાધેક્રિષ્ના શકિત ડેરીની બાજુમાં ભાડાના મકાનમાં રહેતા લાલજી કૈલાશ પંડયા (ઉ.વ.૬૫) ધંધો ટ્રક ડ્રાઇવીંગની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૦૨, જીપીએકટ કલમ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી છે.
જેની વિગત મુજબ ફરીયાદીની ૧૨ વર્ષની પુત્રી દ્રષ્ટી ઉર્ફે પુરી ગઇકાલે બપોરના સુમારે આરોપી લાલજી પંડયાના ઘરે રુમની સફાઇ કરવા અને ટીફીન આપવા ગઇ હતી ત્યારે અગાઉ ઘરે જમવા આવવાની ના પાડેલ હોય તેના મનદુ:ખ અથવા તો બીજા કોઇ ઇરાદે આરોપીએ દ્રષ્ટી પર છરીથી હુમલો કરી આડેધડ ઘા ઝીંકી દઇ હત્યા કરી નાશી છુટયો હતો, આ ફરીયાદના આધારે આગળની તપાસ પીએસઆઇ વડાવીયા દ્વારા ચલાવવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં એક સપ્તાહ પહેલા એડવોકેટની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી જેમાં આરોપીઓની તપાસ ચાલી રહી છે ત્યાં ગઇકાલે શહેરમાં હત્યાની બીજી ઘટના બનતા ભારે ખળભળાટ મચી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech