જામનગરમાં ભેજ વઘ્યો: તાપમાન ૩પ ડીગ્રી

  • June 24, 2023 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસ્તારોમાં આજે વિજળી ગુલ થતાં લોકો ભારે હેરાન પરેશાન

જામનગરમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટ જોવા મળી રહયો છે, ગઇકાલ કરતા ભેજના પ્રમાણમાં ઘટ જોવા મળી છે, તાપમાનમાં વધારે ફેરફાર થયો નથી પરંતુ ઉકળાટ વચ્ચે નગરજનો વરસાદની કાગડોળે રાહ જોઇ રહયા છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન સિઝનનું સૌથી વધુ ૩૫ ડીગ્રી રહ્યું હતું, લઘુતમ તાપમાન ૨૭ ડીગ્રી, હવામાં ભેજ ૮૨ ટકા અને પવનની ગતિ ૩૦ થી ૩૫ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
જામનગરમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ બાદ રિપેરીંગ કામગીરી બાકી હોયના બહાના હેઠળ વિજળી રાણી ગુલ કરી દેવામાં આવી છે, ગઇકાલે પણ ભારે પવન ફુંકાયો હતો, જો કે મોડી રાત્રે પવનની ગતિ મંદ પડી હતી.
જામનગર, દ્વારકા, ખંભાળીયા સહિતના વિસ્તારોમાં ૭ થી ૮ ઇંચ જેટલો વરસાદ થઇ ગયો છે, સિઝનનો ૩૫ ટકા જેટલો વરસાદ બે દિવસમાં થયો છે ત્યારે ગુજરાતમાં સિઝનનો ૧૯ ટકા વરસાદ થઇ ચૂકયો છે, જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં મગફળી અને કપાસનું વાવેતર ૭૫ ટકા ખેતરોમાં થાય છે ત્યારે આ વખતે પણ આ બંને પાકનું વધુ વાવેતર થવાની શકયતા છે.
આજ સવારથી જ કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, ધ્રોલ, જોડિયા, લાલપુર સહિતના ગામોમાં ભેજ વધવાને કારણે લોકો ગરમીથી પરેશાન થઇ ગયા છે, એટલું જ નહીં ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા બાદ લાઇટની આવન જાવન સતત રહે છે તેથી લોકો પણ કંટાળી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application