ખેડૂતોને ખંખેરતી મહિલાઓ સહિતની ટોળકીનો પર્દાફાશ કરતી જામનગર સાયબર ક્રાઇમ

  • November 22, 2023 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ચાલતા બોગસ કોલ સેન્ટર પર જામનગર પોલીસનો દરોડો: ખેડૂતોને તાલપત્રી, દવાની એજન્સી આપવાના બહાને કરાતી છેતરપીંડી: થોકબંધ મોબાઇલ, સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબ્જે

જુનાગઢ શહેરમાં ખેડૂતો સાથે છેતરપીંડી કરતી ટોળકી બોગસ કોલ સેન્ટર ચલાવે છે, તેવી ચોક્કસ હકીકતના આધારે જામનગર સાયબર ક્રાઇમ સેલની ટુકડીએ દરોડો પાડીને પાંચ મહિલા સહિત ૧૧ ની ટોળકીને અટકમાં લઇ પૂછપરછ હાથ ધરી છે.
જામનગર સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં એક ખેડૂતે છેતરપીંડી થતી હોવાની ફરિયાદ કરી હતી, જે ફરિયાદના આધારે જામનગર સાયબરની ટુકડી હરકતમાં આવી હતી અને આ દિશામાં ટેકનીકલ એનાલીસીસ સોર્શીસથી તપાસ લંબાવી હતી, દરમ્યાનમાં સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જુનાગઢ શહેરમાં ચાલતા બોગસ કોલ સેન્ટર પર ચાલતા સાયબર ક્રાઇમ સેલે દરોડો પાડ્યો હતો અને જુનાગઢની ૧૧ મહિલા સહિત ૧૧ ની ટોળકીને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી છે.
ખેડૂતોને તાલપત્રી, દવાની એજન્સી આપવાના બહાને છેતરપીંડી કરતા હોવાનું ઘ્યાન પર આવ્યું છે, ખેડૂતોને ફોન કરી અને એ પછી એજન્સીના બહાને ટાર્ગેટ કરતા હતા, પ્રાથમિક તપાસમાં સૌરાષ્ટ્રના કેટલાક ખેડૂતોને વિશ્ર્વાસમાં લઇને નાણાં પડાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, વધુ કેટલીક વિગતો તપાસ દરમ્યાન બહાર આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application