તા.૨૪-૨૫ ડિસે.ના જામનગર શહેર-જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા

  • December 22, 2023 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુદા જુદા ૪ વયજૂથમાં કુલ ૨૩ કૃતિઓ અંગેની સ્પર્ધા યોજાશે

ગુજરાત સરકારનાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તાબા હેઠળની કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર જામનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,જામનગર શહેર દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભની જામનગર શહેર તથા જિલ્લા કક્ષાની કુલ ૨૩ કૃતિઓ જુદા જુદા ૪ વયજૂથમાં યોજાશે.
જેમાં તા.૨૪/૧૨/૨૦૨૩ના રોજ સવારે ૮:૩૦ કલાકે લોક નૃત્ય,રાસ, લોકગીત-ભજન, લોકવાર્તા, ભારત નાટ્યમ, તબલા, હાર્મોનિયમ સ્પર્ધા, તા.૨૫/૧૨/૨૦૨૩ના રોજ ગરબા, સમૂહગીત, સુગમ સંગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), લગ્નગીત, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક જેવી કૃતિઓની સ્પર્ધા શ્રી મોદી સ્કૂલ, લાલપુર રોડ બ્રાંચ, જામનગર ખાતે તેમજ તા.૨૫/૧૨/૨૦૨૩નાં રોજ વકતૃત્વ, ચિત્રકલા, નિબંધ, સર્જનાત્મક કારીગરી, કાવ્યલેખન, ગઝલ-શાયરી લેખન, ઓરગન, એકપાત્રીય અભિનય, સ્કૂલ બેન્ડ જેવી કૃતિઓની સ્પર્ધા સત્યસાઈ વિદ્યાલય (જામનગર) ખાતે યોજાનાર છે. જેમાં તાલુકા/ઝોનકક્ષાની  સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા આવનાર અને સીધી જિલ્લા/શહેરકક્ષાની સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરેલ સ્પર્ધકે જે તે સ્પર્ધા સ્થળ અને તારીખે સવારે ૮:૩૦ કલાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે.વધુ વિગત માટે કચેરીના ફોન નં-૦૨૮૮૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application