ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ મળ્યો જોવા, પરંતુ આ તે સ્ટ્રેન નથી, જેના પર દુનિયા છે એલર્ટ; સ્વાસ્થ્ય મંત્રાલયે એડવાઈઝરી પણ કરી જાહેર

  • September 09, 2024 11:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ જોવા મળ્યો છે. તેઓ દિલ્હીની લોકનાયક હોસ્પિટલમાં દાખલ છે. મંત્રાલયે કહ્યું કે આ સમયે લોકોમાં ચેપ ફેલાવાના કોઈ સંકેત નથી. લોકનાયક હોસ્પિટલમાં મંકીપોક્સના દર્દીઓની સારવાર માટે 20 બેડનો આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. મંકીપોક્સના જે સ્ટ્રેન કે જેનાથી દર્દીને ચેપ લાગ્યો છે તે ઈમરજન્સી નથી.


મંકીપોક્સે દેશમાં હુમલો કર્યો છે. દિલ્હીની લોકનાયક હોસ્પિટલમાં દાખલ 26 વર્ષીય દર્દીમાં પશ્ચિમ આફ્રિકન ક્લેડ-2 મંકીપોક્સની પુષ્ટિ થઈ છે. આ વર્ષે દિલ્હીમાં મંકીપોક્સનો આ પહેલો કેસ છે. તેઓ વિદેશ પ્રવાસ કરીને પરત ફર્યા છે અને તેમની હાલત સ્થિર છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ સમયે લોકોમાં ચેપ ફેલાવાના કોઈ સંકેત નથી. આથી હાલમાં લોકોના આરોગ્યને કોઈ જોખમ નથી પરંતુ સર્વેલન્સ વધારવા સૂચના આપવામાં આવી છે.


દર્દીના સંપર્કમાં આવનાર લોકોની કરાશે ઓળખ

મંત્રાલયે લોકોમાં ચેપ અટકાવવા માટે દર્દીના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ અને દેખરેખ રાખવા માટે સૂચનાઓ જારી કરી છે. મંકીપોક્સનો ચેપ વર્ષ 2022માં પણ ફેલાયો હતો. તે સમયે, 116 દેશોમાં 99,176 કેસ હતા અને 208 લોકો મૃત્યુ પામ્યા હતા. તે વર્ષે ભારતમાં મંકીપોક્સના 30 કેસ નોંધાયા હતા. તે સમયે, દિલ્હીમાં પણ કેટલાક કેસ નોંધાયા હતા, પરંતુ રોગ વધુ ફેલાયો ન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application