જામનગર એસટીને રક્ષાબંધન ફળી: ૩૨ લાખની થઇ આવક

  • September 02, 2023 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રક્ષાબંધન પર્વને ઘ્યાને લઇને જામનગર એસ.ટી. ડેપો દ્વારા મુસાફરોને સારી સુવિધા મળે તે માટે એકસ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું હતું અને મુસાફરોને કોઇ સમસ્યા આવાગમનમાં ન પડે તેનું પુરતું ઘ્યાન રાખવામાં આવતા માત્ર જામનગર ડેપોને આ વખતે રક્ષાબંધન પર્વ ફળતા માત્ર ર દિવસમાં રુા. ૩૨ લાખની આવક થતાં રોજની સરેરાશ આવક કરતા પણ વધુ આવક થવા પામી છે તેમ જામનગર એસટી ડેપો મેનેજર એન.બી. વરમોરા દ્વારા જણાવવામાં આવ્યું છે.
જામનગર એસટી વિભાગ દ્વારા તહેવારોને ઘ્યાને લઇ મુસાફરો માટે એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે રક્ષાબંધન પર્વને ઘ્યાને લઇ મુસાફરોને આવાગમન કરવામાં કોઇ પરેશાનીનો સામનો ન કરવો પડે તેનું પુરતું ઘ્યાન રાખવામાં આવતા મુસાફરોનો મંગળવાર અને બુધવારના રક્ષાબંધનના દિવસે મોટો ઘસારો રહેવા પામ્યો હતો. જેમાં મંગળવારે રુા. ૧૫ ઉપરાંતી આવક થઇ હતી અને બુધવારના રક્ષાબંધનના દિવસે વહેલી સવારથી રાત સુધી મુસાફરોનું અપડાઉન મોટા પ્રમાણમાં શરુ રહેતા બુધવારે ૧૭ લાખ જેવી આવક થવા પામી હતી. જેમાં બે દિવસ દરમ્યાન રાજકોટ રુટ માટે રર ગાડી તથા ૪ ગાડી પંચમહાલ માટે એકસ્ટ્રા મુકવામાં આવી હતી. આમ જામનગર એસટી ડેપોને રોજની સરેરાશ આવક ૧૦લાખની આસપાસ થતી હોય છે પરંતુ રક્ષાબંધન પર્વ ઉપર ર દિવસમાં ડેપોને રુા. ૩૨ લાખની આવક થવા પામતા સરેરાશ આવક કરતાં દોઢ ગણી આવક થતાં અધિકારીઓ, કર્મચારીઓમાં આનંદ છવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application