જામનગર જી.જી. હોસ્પીટલ પ્રસુતિ વિભાગમાં કાટલાનું વિતરણ‌

  • December 24, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાશ ફાઉન્ડેશન દ્વારા પોષ્ટીક કાટલાંનું વિતરણ


હાશ ફાઉન્ડેશનની બહેનો દ્વારા જામનગરમાં વર્ષ દરમ્યાન અસંખ્ય સેવાકીય કાર્યો મૂક સેવક રીતે કરવામાં આવે છે. ખાસ કરીને વર્ષમાં બે વખત સગર્ભા બહેનોને સભ્યો બહેનો દ્વારા ફંડ કરીને કાટલાંનું વિતરણ કરવામાં આવે છે.


પ્રવર્તમાન સમયમાં સરકારી સ્કુલ કે સરકારી હોસ્પિટલનો ઉપયોગ મહતમ મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ જ કરતો હોય છે ત્યારે જામનગરની જી.જી.હોસ્પીટલની પ્રસુતિ વિભાગની સગર્ભા બહેનોને હાશ ફાઉન્ડેશનની બહેનો દ્વારા પોષ્ટીકવર્ધક ૪૦ કીલો  કાટલાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.


આ સમયે ફાઉન્ડર શિલ્પાબેન મશરૂ,બિનાબેન બદીયાણી,મયુરીબેન કોટેચા,રીટાબેન જોટંગીયા, પન્નાબેન,માયાબેન શારડા સોનુબેન બદીયાણી,જાન્હવીબેન ચાવડા તથા નિશાંતભાઈ પારેખ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application