જામનગર એસીબી પોલીસ ઈન્સ્પેક્ટર વિરાણી અને તેની ટીમે સુરેન્દ્રનગરમા ખાણ ખનિજ ખાતાના ક્લાર્કને રૂ10 હજારની લાંચ લેતા ઝડપ્યો
એ.સી.બી ની સફળ ટ્રેપ :
ફરીયાદી : એક જાગૃત નાગરીક, આરોપી: અમૃત ઉર્ફ આનંદ કેહરભાઇ , જુનિયર ક્લાર્ક, ખાણ ખનિજ કચેરી , વર્ગ ૩ સુરેન્દ્રનગર
ટ્રેપની તારીખ, ૧૮/૧૧/૨૦૨૪, લાંચની માંગણીની રકમ: રૂ.૧૦,૦૦૦/-, લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૧૦,૦૦૦/-, લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૧૦,૦૦૦/-
ટ્રેપનુ સ્થળ : ખાણ ખનીજ કચેરીના ગેટ પાસે , બહુમાળી ભવન , સુરેન્દ્રનગર.
ફરિયાદીએ સીલીકા રેતીની લીઝની માંગણી કરેલી, જે લાંબાગાળાથી પેન્ડીંગ હોય તેના માટે જરૂરી માહિતી મેળવવા માટે ફરિયાદીએ આરટીઆઈ અન્વયે માહીતી માંગેલ, જે માહિતી કચેરી તરફથી અધૂરી મળેલી અને બાકી રહેલી માહિતી પૂરી કરી આપવા સારુ આ કામના આક્ષેપિત જેઓ આ માહીતી કચેરી ખાતે તૈયાર કરવાની પ્રક્રીયા કરતા હોય તેમણે રુપયા ૧૦,૦૦૦/- લાંચની માંગણી આ કામના ફરિયાદી પાસે કરેલ.
જે ગેરકાયેદસર લાંચની રકમ આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી જામનગરનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૧૦,૦૦૦/- સ્વીકારી પકડાઈ જઇ પોતાના રાજય સેવક તરીકેના હોદાનો દુરુપયોગ કરી ગુન્હો કર્યા બાબત.
ટ્રેપિંગ અધિકારી : આર.એન.વિરાણી પોલીસ ઇન્સ્પેક્ટર એ. સી. બી. પોસ્ટ જામનગર
સુપરવિઝન અધિકારી : કે.એચ.ગોહિલ, ઈ.ચા મદદનિશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ