જામનગર શહેર ખાતે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીવર્દિરૂપ સાબિત થઈ રહેલ છે જેમાં ગઇકાલે એક જાગૃત નાગરિકે 181 પર કોલ કરીને જણાવેલ કે અહીંયા એક વૃદ્ધા માજી સતત ચાર કલાકથી બેઠા હોય છે અને તેઓ ખૂબ ગભરાયેલા હોય તેવું જણાય છે તેથી મદદની જરૂર છે
કોલ આવતા ની સાથે જ જામનગર અભયમ ટીમના કાઉન્સેલર રીના દિહોરા, તારાબેન ચોહાણ તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા સહિત ટીમ ઘટના સ્થળ પર પહોંચેલ અને વૃદ્ધા માજી ને મળીને તેમને સાંત્વના આપેલા અને ભાવનાત્મક ટેકો પૂરો પાડેલ અને ત્યારબાદ કાઉન્સિલિંગ કરતા જણાવેલ કે વૃદ્ધા માજી વ્યવસ્થિત સાંભળી શકતા ન હોય અને આજરોજ તેઓ ઘરેથી કોઈને કહ્યા વગર તેમના મોટા દીકરો ગામડે રહેતો હોય તેમને મળવા જવા માટે ઘરેથી નીકળી ગયેલ હોય અને તેઓ રસ્તામાં ભૂલા પડેલ હોય અને હાલમાં તેમને તેમના ઘરનો રસ્તો પૂરો યાદ ના હોય તેથી તેઓ ગભરાય ને એક વિસ્તારમાં ચાર કલાકથી બેઠેલા હોય છે,
ત્યારબાદ વૃદ્ધા માજી ને શાંતિથી બેસાડીને તેમનું સરનામું પૂછેલ પરંતુ તેઓને હાલમાં તેમનું પાકું સરનામું તે મને બરોબર યાદ આવતું ન હોય ત્યારબાદ લાંબાગાળાના કાઉન્સિલિંગ બાદ વૃદ્ધા માજીએ તેમના ઘરના અલગ અલગ ત્રણ સરનામાં જણાવેલ હોય એમાંથી એક પછી એક બે સરનામા પર જઈને માજીને એરીયો બતાવેલ તેમાંથી બીજા સરનામા પર વૃદ્ધા માજીએ જણાવેલ કે મને શેરી નંબર યાદ નથી પરંતુ એક ઢાળીઓ યાદ છે મારા ઘરની આગળ એક ઢાળીઓળીઓ આવે છે એક પછી એક શેરીમાં તપાસ કરતા આખરે સઘન પ્રયત્ન બાદ માજીના દીકરા સાથે સંપર્ક થયેલ ત્યારબાદ વૃદ્ધા માજીના દીકરા સાથે કાઉન્સિલિંગ કરેલ ત્યારે તેમને જણાવેલ કે વૃદ્ધા માજી ની 100 સો વર્ષની ઉંમર છે અને તેમને હવે કંઈ પણ યાદ રહેતું નથી એટલે અમો તેમને ઘરની બહાર જવા દેતા ન હોય પરંતુ આખરે અમારી જાણ બહાર તેઓ ઘર છોડીને નીકળી ગયેલ હોય ત્યારબાદ 181 ની ટીમ દ્વારા જણાવેલ કે વૃદ્ધા માજીનું સખત એક માણસ દેખરેખ રાખવા માટે રાખવા જોઈએ અને આખરે વૃદ્ધા માજી ને તેમના દીકરા સાથે મિલન કરાવેલ અને વૃદ્ધા માજીના દીકરાએ 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech