જામનગરની એચ.આર.માડમ એફસી ફુટબોલ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી

  • June 15, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ખાતે જ્યોતિ સીએનસી પોલીસ કપ-2024 ઓપન ગુજરાત ફુટબોલ ટુનર્મિેન્ટમાં જામનગરની એચ.આર.માડમ એફસી ટીમે, 14 જુનને સવારે માસ્ટર એફસી રાજકોટને ક્વાર્ટર ફાઇનલમાં 1-0 થી પરાજય આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અગાઉની પ્રિ-ક્વાર્ટર ફાઇનલ મેચમાં, એચ.આર.માડમ એફ.સી ટીમે, અમદાવાદની સૂર્યવંશી ફુટબોલ કલબને 4-0 થી હરાવી હતી. સેમિફાઇનલમાં આજે સાંજે 7.00 કલાકે રાજકોટના રેસકોર્સ મેદાન ઉપર, સેન્ટ જોસેફ કલબ અમદાવાદ અને જામનગરની એચ.આર.માડમ એફસીનો મુકાબલો થશે. જામનગર ડિસ્ટ્રિક્ટ ફુટબોલ એસોસિએશનના સેક્રેટરી અને ટીમ મેનેજર આનંદ જી. માડમની યાદીમાં જણાવેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application