રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અિકાંડની પ્રથમ પૂણ્યતિથિએ મૃતકોને શ્રધ્ધાંજલિ અને ન્યાય મળે એ હેતુ સાથે કોંગ્રેસે રાજકોટ બંધના આપેલા એલાન સંદર્ભે પોલીસ દ્રારા બંધમાં જોડાનાર વેપારીઓના નામ લીસ્ટ મગાવતા અને વાયરલ થયેલ વીડિયોએ ભારે ચકચાર જગાવી છે. શું પ્રધ્યુમનનગરના જમાદારને સી.પી.ની સૂચના હતીને લીસ્ટ માગ્યું કે, જાતે જ કામ બતાવવા ગયા ? કોંગ્રેસે પોલીસની આ નીતિરીતીનો ભારે વિરોધ નોંધાવ્યો છે. હવે ઠીકરું કદાચ બાપડા જમાદાર પર જ ફત્પટશે.
અિકાંડના પીડિતોના સમર્થનમાં તા.૨૫ના રોજ વેપારીઓએ અડધો દિવસ બધં પાડવા જંકશન પ્લોટ ગાયકવાડી વેપારી મંડળ દ્રારા નિર્ણય લેવાયો હતોે. આ મંડળ દ્રારા આવો બનાવ રાજકોટમાં કે અન્ય કયાંય બીજીવાર ન બને તથા દોષીઓને કડકમાં કડક સજા અને એવા આશય સાથે અડધા દિવસ સ્વયંભૂ બધં પાડવાની મંડળ દ્રારા પ્રમુખ, મહામંત્રીની સહી સાથેની પ્રેસનોટ રિલીઝ કરાઇ હતી.
જંકશન પ્લોટ તથા ગાયકવાડી વિસ્તાર પ્રધ્યુમનનગર પોલીસ મથક એરીયામાં આવતો હોય પ્ર.નગરના હેડ કોન્સ્ટેબલ પરસોત્તમભાઇ દ્રારા વેપારી મંડળના પ્રમુખ ગૌરવભાઇ પૂજારાને ફોન કરીને તમારા વેપારી મંડળનું લીસ્ટ આપો, વેપારીઓ કોણ છે કેટલા છે ? સહિતના પ્રશ્નો સાથે યાદી મગાવવામાં આવે છે. સામે છેડે આવું શા માટે તેવુ પુછયું હતું.
જમાદારે કોંગ્રેસ બંધનું એલાન છે એટલે ડેટા બેઝની જરૂર છે ઉપરથી સી.પી. સાહેબે મગાવ્યું છે એટલે મારે લીસ્ટ જોઇએ છે જેવા શબ્દો કહ્યા હતાં. સામા છેડેથી પ્રમુખ દ્રારા એવો પ્રશ્ન કરાય છે કે શેના માટે માગે છે સી.પી. સાહેબ, જમાદાર કહે છે કોંગ્રેસનું બંધનું છે માટે. પ્રમુખ જવાબ આપે છે કે બંધનું તો આની પહેલા પણ ઘણીવાર થયું છે, આવી રીતે કોઇ દિવસ ડેટા મગાયો નથી સહિતના સંવાદ થાય છે.
જમાદાર પણ માનવીય રીતે કહે છે કે આમ તો કોંગ્રેસનું એલાન છે એનો પ્રશ્ન એક પ્રકારે જાહીઝ છે પુણ્યતિથિ નિમિતે પરંતુ ધરાર બધં ન હોય. પ્રમુખ કહે છે કે અમને કોંગ્રેસનો કોઇ ફોર્સ નથી વિનંતી કરી છે બધં રાખો તો સારૂ ન રાખો તો તમારી ઇચ્છા. જમાદાર કહે સ્વયંભુ હોય તો સારૂ કોઇની ધાકધમકી ન ચાલે. પ્રમુખ કહે અહીં કોઇની ધાક ધમકી ન ચાલે, અને અગાઉ પી.આઇ. વસાવાથી પણ દબાયા નહોતા જેવા બંને વચ્ચે સંવાદો થાય છે અને આ ઓડિયો વાયરલ થયો હતો.
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના કોંગ્રેસના અગ્રણીઓએ વાયરલ ઓડિયો આધારે ગઇકાલે જ સી.પી. કચેરીએ પહોંચી પોલીસની આવી વેપારીઓને બંધમાં નહીં જોડાવવા આડકતરી રીતે ધમકાવવાની રીત રસમ સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે પોલીસ શાસકમોનો હાથો બનીને કામ કરી હોવાના આક્ષેપ કર્યા હતાં.
વાયરલ ઓડિયોથી જાણકારોમાં એવી વાતો ઉઠી છે કે, શું સી.પી. આવી સૂચના આપી શકે ખરા ! જમાદારે સી.પી. સાહેબનું નામ લીધું છે તો જમાદારે જાતે જ ડહાપણ કરીને સી.પી.નું નામ વટાવ્યું હશે ? કે પછી જમાદારને ઉ૫રથી કોઇની સુચના હશે ને આવું કયુ હશે ? અથવા તો જાતે જ કોઇ સુચના વિના કોઇનો હાથો બનીને વેપારીને ફોન કર્યેા કે લીસ્ટ તૈયાર કરવા કે માગવાની ગુસ્તાખી કરી હશે ?અત્યારે તો આવા સવાલો ઉઠી રહ્યા છે. એક હકિકત એ પણ છે કે સી.પી.નું નામ વટાવે છે તો સી.પી. કયારેય કોઇ ઇસ્યુમાં ડાયરેકટ જમાદારને સૂચના પણ ન આપતા હોય એટલે અત્યારે તો જમાદારે સી.પી.નું નામ વટાવ્યું એવું જ માની શકાય. વાયરલ ઓડિયોની હવે તપાસ સોંપાઇ છે તેવું જાણવા મળ્યું છે
ઠીકરું જમાદાર ઉપર જ ફૂટશે?
પ્ર.નગરના જમાદાર પરસોત્તમભાઇ નામે જે વ્યકિત વાત કરે છે, સી.પી. સાહેબનું નામ લઇને વાત થઇ છે એ જોતા તપાસ સોંપાઇ છે. જમાદારે સી.પી.નું નામ કેમ લીધું ? એક હકિકત એ પણ છે કે નાના હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ કક્ષાના નાના કર્મચારી ઉપરની સુચના મુજબ આવી કોઇ કાર્યવાહી કરતા હોતા નથી. શું જમાદારને સી.પી.એ તો ન જ કહ્યું હોય પરંતુ સી.પી.ની સુચના છે તેવું જમાદારને તેમના ઉપરી અધિકારીએ કહ્યું હશે ? જમાદાર પાસે કામ કઢાવવા સી.પી.નું નામ વટાવ્યું હશે ? કે પછી ખરેખર જમાદાર પરસોત્તમભાઇએ જ જાતે સી.પી. સાહેબનું નામ આપીએ તો ફટાફટ કામ નીકળે લીસ્ટ મળે એવું વિચારીને જાતે જ નામ વટાવ્યું હશે ? તપાસમાં સરવાળે ઠીકરૂં જમાદાર પર જ ફટશે તેવું પોલીસ બેડામાં નાના કર્મચારીઓમાં ચર્ચાઇ રહ્યું હશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech