કારતક સુદ સાતમ જલારામ જયંતી એટલે રઘુવંશી પરિવારને બીજી દિવાળી, જુનાગઢ લોહાણા મહાજન દ્રારા આવતીકાલે શુક્રવારે ૨૨૫મી જલારામ જન્મ જયંતી પ્રસંગે સામાજિક સેવાકીય કાર્યક્રમ, જ્ઞાતિ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશના માર્ગદર્શન હેઠળ યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે સવારે ૧૦:૩૦ વાગ્યે જલારામ બાપાની ઝૂંપડી સન્મુખ ૨૨૫ દીવડાની આરતી થશે. ત્યારબાદ શાશ્વત ભૂદેવોનું પૂજન કરી ભોજન પ્રસાદ પીરસવામાં આવશે અને ત્યારબાદ રઘુવંશી પરિવારો માટે સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદ (નાત)નું આયોજન કરવામાં આવ્યું છે.
સવારથી બપોર સુધી યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે ગૌસેવા, બીમાર ગાયો પશુ–પક્ષીઓની સેવા કરતી સંસ્થાઓ અને ગૌશાળાને ઘાસચારા દવા અને ચણ માટે ચેક અર્પણ કરવામાં આવશે.મેડિકલ કાર્યક્રમ અંતર્ગત સવારે ૧૧થી બપોરે ૨:૩૦ વાગ્યા સુધી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રકતદાતાઓ આરામથી રકતદાન કરી શકે તે માટે એર કન્ડિશન બસની વ્યવસ્થા કરવામાં આવી છે.તેમજ જૂનાગઢની મંગલમ ઇન વિદ્ર લેબોરેટરી દ્રારા થેલેસેમિયા પરીક્ષણ અને આર બી એસ (રેન્ડમ બલ્ડ સુગર) ની પણ વિનામૂલ્યે તપાસ કરવામાં આવશે.૮ નવેમ્બર શુક્રવારે યોજાનાર સમૂહ મહાપ્રસાદ ભોજન કાર્યક્રમમાં જય જલારામનો નાદ ગુંજી ઉઠશે કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
હવેલી ગલી જલારામ મંદિરે અન્નકૂટ દર્શન
જલારામ જયંતીના દિવસે હવેલી ગલી ખાતે આવેલ જલારામ બાપા અને માતૃશ્રી વીરબાઈમાં મંદિર ખાતે દિવંગત સેવાભાવી ટ્રસ્ટ ચીમનલાલ મથુરાદાસ રૂપારેલીયા-ગં.સ્વ રેખાબેન ચીમનલાલ રૂપારેલીયા પરિવાર (ચંદન કેટરર્સ) તરફથી સવારે 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે બપોરે જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
જલારામ જયંતી નિમિત્તે જલારામ જયંતિ મહોત્સવ શોભાયાત્રા સમિતિ દ્વારા આવતીકાલે બપોરે 4 વાગ્યે પોસ્ટ ઓફિસ રોડ પર નવનિર્મિત થઈ રહેલા જલારામ બાપા તથા માતૃશ્રી વીરબાઈ માના મંદિરેથી ભવ્ય શોભા યાત્રા પ્રસ્થાન થશે. જે આઝાદ ચોક, એમજી રોડ, કાળવા ચોક, જયશ્રી રોડ, જલારામ સોસાયટી રોયલ પાર્ક ખાતે પૂર્ણ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ત્રણ પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે પ્રમોશન અપાયા
April 04, 2025 10:28 AMજામનગરના વેપારીને ચેક પરતના કેસમાં બે વર્ષની જેલસજાનો આદેશ
April 04, 2025 10:25 AMઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશર નોમની ઉજવણી
April 04, 2025 10:22 AMજામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ જન્મદિવસ ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરી
April 04, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech