જગ્ગી વાસુદેવ પહોચ્યા હોલીવુડ, જેનિફર લોપેઝ સાથેના ફિલ્મનું ટ્રેલર રિલીઝ

  • January 20, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સદગુરુ જગ્ગી વાસુદેવ એક જાણીતું નામ છે. તેણે બોલિવૂડના ઘણા કલાકારોના ઈન્ટરવ્યુ લીધા છે. ઘણા લોકો તેને ફોલો પણ કરે છે.વાસ્તવમાં સદગુરુ જગ્ગી વાસુદેવ હોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.સદગુરુ જગ્ગી વાસુદેવ ટૂંક સમયમાં હોલીવુડની ફિલ્મમાં જોવા મળવાના છે. તે હોલીવુડની લોકપ્રિય સ્ટાર જેનિફર લોપેઝ સાથે તેની ફિલ્મ 'ધીસ ઈઝ મી નાઉઃ અ લવ સ્ટોરી માં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર પણ સામે આવ્યું છે, જેમાં આ સમાચારની પુષ્ટિ થઈ રહી છે.


જેનિફર લોપેઝે તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટ્રેલર પોસ્ટ કર્યું છે. આ ટ્રેલરમાં સદગુરુ જગ્ગી વાસુદેવની ઝલક જોવા મળી નથી પરંતુ ફિલ્મની સ્ટાર કાસ્ટમાં તેમનું નામ સામેલ છે. આ પરથી એવું માનવામાં આવે છે કે સદગુરુ જગ્ગી વાસુદેવ આ ફિલ્મનો એક ભાગ છે અને તેઓ આ ફિલ્મમાં જોવા મળવાના છે.


કેવું છે ફિલ્મનું ટ્રેલર?

આ ટ્રેલર પોસ્ટ કરતા જેનિફર લોપેઝે કેપ્શનમાં લખ્યું છે કે, 'હું આ પહેલા ક્યારેય આટલી નર્વસ, એક્સાઈટેડ અને ડરી ગઈ નથી. આ ફિલ્મ એક અદ્ભુત અને યાદગાર સફર રહી છે. મારી ફિલ્મ 'ધીસ ઈઝ મી' 16મી ફેબ્રુઆરીના રોજ પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ મારો અત્યાર સુધીનો સૌથી અંગત રહ્યો છે. 


ટ્રેલર વિશે વાત કરીએ તો, આ ફિલ્મ પૌરાણિક વાર્તા કહેવા અને વ્યક્તિગત ઉપચાર પર આધારિત હશે. ટ્રેલરમાં બે પ્રેમીઓની વાર્તાની ઝલક જોવા મળે છે. ટ્રેલર જોયા બાદ લાગે છે કે આ એક ખૂબ જ અલગ પ્રકારની લવ સ્ટોરી હશે. જેનિફર લોપેઝ અને સદગુરુ જગ્ગી વાસુદેવ આ ફિલ્મમાં હોવાથી ભારતીય ચાહકો આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત હશે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો જેનિફર લોપેઝ અને સદગુરુ જગ્ગી વાસુદેવ ઉપરાંત આ ફિલ્મમાં બેન એફ્લેક, ટ્રેવર નોહ, સોફિયા વેર્ગારા, કીકી પામર, નીલ ડી ગ્રેસ ટાયસન અને પોસ્ટ મેલોની પણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application