જાણવા મળતી વિગતો મુબજ,જામનગર રોડ પર ઘંટેશ્ર્વર એસ.આર.પી કેમ્પ સામે વર્ધમાનની બાજુમા રહેતા મૂળ ઓડીસાના વતની રાકેશભાઇ અક્ષયકુમાર નંદા(ઉ.વ ૪૬) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,રાજકોટ સ્માર્ટ સિટી બનાવવાનો કોન્ટ્રાકટ એલ એન્ડ ટી પાસે હોય તેમાં તે સ્ટોર મેનેરજર તરીકે નોકરી કરે છે. ગત તા. ૧૩/૧૨ થી તા.૧૭/૧૨ ના સમયગાળા દરમિયાન અહીં સ્ટોરરૂમમાં કોઇ તસ્કરોએ આવી અહીંથી અહીં ખુલ્લી જગ્યામાં પડેલ ૭૫૦ મીટર કેબલ વાયર કિ.રૂ. ૪.૫૦ લાખ, ૪૫૦ કિલો લોખંડનો ભંગાર કિ.રૂ. ૧૧,૨૫૦ સહિત કુલ રૂ.૪,૬૧,૨૫૦ નો સામાન ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવી હતી.જે અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
દરમિયાન ચોરીના આ બનાવને લઇ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલની રાહબરીમાં એલસીબી ઝોન-૨ તથા યુનિ.પોલીસની ટીમ તપાસમાં લાગી હતી.તેવામાં એવી બાતમી મળી હતી કે, સ્માર્ટ સિટી એલ એન્ડ ટી પ્લાન્ટ સ્ટોરરૂમ ખાતે ચોરી કરનાર શખસો રૈયાગામ સ્માર્ટસિટી આગળ અવાવરૂ જગ્યાએ ચોરીના મુદામાલ સાથે ઉભા છે.જેથી પોલીસની ટીમે અહીં પહોંચી ચાર શખસોને ઝડપી લીધા હતાં.જેમના નામ વિક્રમ મણીલાલ સોલંકી(ઉ.વ ૩૦ રહે. રૈયાધાર શાંતિનગર મફતીયાપરા રાજકોટ), સંજય દુદાભાઇ રાઠોડ(ઉ.વ ૨૭ રહે. રૈયાધાર પાણીના ટાંકા પાસે), કુંદનકુમાર પ્રેમકુમાર પાંડે(ઉ.વ ૨૭ રહે. શેઠનગરની પાછળ,રૈયાધાર) અને અશ્ર્વીનીકુમાર બલરામ કશ્યપ(ઉ.વ ૨૧ રહે. ન્યુ રેસકોર્સ એલ એન્ડી ટી ઓફિસ,રાજકોટ) હોવાનું માલુમ પડયું હતું.પોલીસે આ શખસો પાસેથી ૧૫૦ કિલો કોપર વાયર અને ૪૫૦ કિલો ભંગાર સહિત કુલ રૂ.૧,૧૬,૨૫૦ નો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી કુંદન અને અશ્ર્વિન અહીં સ્ટોરરૂમમાં જ આગઉ સિકયુરીટી તરીકે નોકરી કરતા હતાં.પરંતુ તેમને પગાર ઓછો પડતા તેણે નોકરી મૂકી દીધી હતી.બદમાં અહીં માલ કયાં પડયો હોય તેનાથી બંને અવગત હોય તેણે અન્ય બે આરોપી તેના મિત્ર હોય જેથી તેમણે તેને સાથે રાખી ચોરીના આ બનાવને અંજામ આપ્યો હતો.
આ કામગીરીમાં એલસીબી ઝોન-2 ના એએસઆઇ જે.વી.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મિયાત્રા, રાહુલભાઈ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્ર વાઘીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા જ્યારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.જી. ડોડીયા એએસઆઈ જગમાલભાઇ ખટાણા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા,ક્રિપાલસિંહ ઝાલા, વિજુભા જાડેજા, જીગ્નેશભાઈ મારૂ, પ્રતાપસિંહ મોયા, કોન્સ્ટેબલ વનરાજભાઈ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા અને મૈસુરભાઈ કુંભારવાડીયા સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech