રાજકોટ મહાપાલિકાના ૮ જેટલા સ્મશાનોનું સંચાલન વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે અને સંચાલન કરવા બદલ મહાપાલિકા તત્રં દ્રારા દર વર્ષે તેમને નિયમીત ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. કોરોના કાળના બે વર્ષમાં સ્મશાનની ભઠ્ઠીઓનો અભુતપુર્વ ઉપયોગ થતાં અમુક સ્મશાનોની ભઠ્ઠીઓ ખરાબ થઈ હતી તો અમુક સ્મશાનની ચીમની વળી ગઈ હતી. આથી સ્મશાન માટે જોઈએ તેટલો ખર્ચ કરવા મહાપાલિકા તંત્રએ મન બનાવ્યું હતું અને સીએનજી ભઠ્ઠીઓ પણ ફીટ કરવામાં આવી હતી. સીએનજી ભઠ્ઠી માટે જરૂરી ગેસ સરકાર તરફથી વિનામુલ્યે પુરો પાડવામાં આવનાર હોય ઉર્જા અને વિજ બીલ ખર્ચ બન્નેની બચત થશે તેમ માનીને સીએનજી ભઠ્ઠીઓનું ફીટીંગ કરવામાં આવ્યું હતું. દરમ્યાન સીએનજી ભઠ્ઠીમાં મૃતદેહને અિદાહ આપવામાં ૭ કલાક જેવો સમય લાગતો હોય આ અંગે ફરિયાદો મળતા તપાસ હાથ ધરાઈ છે.
મહાનગરપાલિકાના અનુભવી અને બુદ્ધીશાળી અધિકારીઓ અન્ય શહેરોમાં ચાલતા પ્રોજેકટો જોઈને અથવા મનપાને નુકશાની ઓછી થતી હોય તેવા પ્રોજેકટો વગર વિચારીએ તૈયાર કરી કામ શ કરાવી દેતા હોય છે. જેના લીધે લોકોને મુસ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એવું હાલમાં ચાલતા ત્રણ સ્મશાનની ભઠ્ઠીના કામમાં બનવા પામ્યું છે. સીએનજી આધારિત અિદાહ માટેની ભઠ્ઠી તૈયાર કરવાનું કામ ત્રણ સ્મશાન ખાતે ચાલી રહ્યું છે. પરંતુ આ ભઠ્ઠીમાં એક અિદાહમાં સાત કલાકનો સમય લાગતો હોય મોટી સમસ્યા ઉભી થયાની જાણ થતાં સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે હાલ ત્રણેય સ્મશાનોનું ભઠ્ઠીનું કામ બધં કરાવી પેમેન્ટ અટકાવી એજન્સીઓને આજે કોર્પેારેશન ખાતે બોલાવવામાં આવ્યા છે અને નિયમ મુજબ દોઢકલાકમાં અિદાહ ક્રિયા સંપન્ન થઈ જાય તે મુજબની ભઠ્ઠી બનાવવાની સૂચના અપાશે તેમ સ્ટેન્ડીંગ ચેરમેને જણાવ્યું હતું.
સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, હાલ મોટા મૌવા, રામનાથપરા અને કોઠારિયા ખાતેના ત્રણ સ્મશાનોમાં સીએનજી આધારિત ભઠ્ઠીઓનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. સરકાર દ્રારા સીએનજી ગેસ ફ્રીમાં આપવામાં આવશે. જેના લીધે અિદાન સમયે થતી વિજળીની ખપતમાં ભારેબચત આથી શહેરના તમામ સ્મશાનો સીએનજી આધારિત કરવાનો નિર્ણય લઈ પ્રથમ ત્રણ સ્મશાનોની ભઠ્ઠી માટે બે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. હાલ મોટામૌવા સ્મશાન ખાતે ભઠ્ઠીનું કામ પૂર્ણતાના આરે છે. પરંતુ તજજ્ઞોના જણાવ્યા મુજબ લોખંડના સ્ટ્રકચરની બનાવેલ આ ભઠ્ઠીમાં એક અિદાન માટે સાત કલાક જેટલો ભારે સમય લાગશે જેના લીધે લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. નિયમ મુજબ એક અિદાનમાં દોઢથી બે કલાકનો સમય લાગતો હોય છે. જેની સામે ચારગણો સમય લાગવાનું કારણ શું જેની તપાસ કરતા માલુમ પડેલ કે, એજન્સી દ્રારા સુચવવામાં આવેલ લોખંડનું બોકસ તેમજ લોખંડના ખાટલાને સીએનજી આધારીત ગરમ થતાં જ દોઢથી બે કલાકનો સમય લાગી રહ્યો છે. જેના લીધે અિદાનનો સમય સાત કલાક થઈ જાય છે. જેની સામે સ્ટીલનું ઈન્ફાસ્ટ્રકચર તૈયાર કરવામાં આવે તો રાબેતા મુજબ દોઢથી બે કલાકમાં અિદાનની ક્રિયા પૂર્ણ થઈ જાય તેમ છે. આથી સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે બન્ને એજન્સીઓને આજે કોર્પેારેશન ખાતે બોલાવેલ છે.
સ્ટેન્ડીંગ ચેરમેને વધુમાં જણાવેલ કે, હાલમાં ફીટ થઈ રહેલ લોખંડના ઈન્ફાસ્ટ્રકચરના સ્થાને સ્ટીલનું ઈન્ફાસ્ટ્રકચર કરવામાં આવે તો એજન્સીને સસ્તામાં પરવડે તેમ છે. તેના માટે વધારાનો કોઈ ખર્ચ કરવો પડે તેમ નથી. આથી બન્ને એજન્સીઓને સમજાવીને હવે ત્રણેય સ્મશાન ખાતે લોખંડના બદલે સ્ટીલનું ઈન્ફાસ્ટ્રકચર તૈયાર કરવાની સૂચના આપવામાં આવશે. આ સીએનજી આધારીત સ્મશાનના ભઠ્ઠીના કામ માટે ટેન્ડર મંજુર કરવામાં આવેલ જેમાં અધિકારીઓના બિન અનુભવના કારણે કાચુ કપાયાની ચર્ચા પણ જાગેલ છતાં સ્ટેન્ડીંગ ચેરમેન દ્રારા આજે લોકોના હિત માટે એજન્સીઓનું કામ અટકાવી તેમજ તેમના બીલ અટકાવી નવેસરથી કામ કરવાનો નિર્ણય લીધો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech