અન્યત્ર આજે વરસાદી માહોલ
જામનગર શહેર અને જિલ્લામાં લોકો મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે, ત્યારે લાલપુર તાલુકાના પડાણા ગામમાં ગઈકાલે વરસાદી વાતાવરણ બન્યું હતું, અને પાંચ મી.મી. વરસાદ નોંધાયો હતો. તે જ રીતે લાલપુર ના મોટા ખડબા ગામમાં પણ વરસાદી ઝાપટું વરસી ગયું હતું, અને ૪ મી.મી. વરસાદ નોંધાયો છે. જોકે અન્યત્ર માત્ર વરસાદી માહોલ બંધાયો હતો, પરંતુ મેઘરાજા દેખાયા ન હતા.
જામનગર શહેરમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન આકરો તાપ વરસ્યો હતો. જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે ૮.૦૦ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૨૯.૪ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૩૬.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતી કલાકના ૨૫ થી ૩૦ કિ.મી ની ઝડપે રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના દરિયામાંથી ૫૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું
November 15, 2024 03:13 PMટ્રેકટર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા મહિલાનું સ્થળ પર કરૂણ મોત
November 15, 2024 03:10 PMમાર્ગો પર વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમપી ઢોરનો ત્રાસ યથાવત
November 15, 2024 03:09 PMસિહોરના ટાણા ગામે તળાવમાં છવાયું ગાંડી વેલનું સામ્રાજ્ય, ગંદકીના ગંજ
November 15, 2024 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech