અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી આવેલા યુવાનનો પાર્થિવ દેહ તેના સ્વજનોના બદલે અન્ય લોકોને આપી દેતા એરપોર્ટ પર હોબાળો મચી ગયો હતો. જાણવા મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરના જોરાવર નગરમાં રહેતા પટેલ પરિવાર નો પુત્ર જિલ ખોખરા ઓસ્ટ્રેલિયાના સીડનીમાં રહેતો હતો.
અંદાજે ૧૨ દિવસ પહેલા આ યુવાન તેના મિત્ર સાથે દરિયા કિનારે ફરવા ગયો હતો અને પાણીમાં ડૂબી જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. યુવાન પુત્રને ગુમાવતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. લાડકવાયા પુત્ર ની અંતિમ વિધિ જોરાવર નગરમાં કરવા માટેનું પરિવારજનોએ નક્કી કર્યા બાદ ઓસ્ટ્રેલિયા અને ભારત સરકારની મદદથી તેના પાર્થિવ દેહને સિડની થી એર ઇન્ડિયા ની ફ્લાઈટમાં ગઈકાલે અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
આ સમયે એર ઇન્ડિયાના કર્મચારીની ભૂલને પગલે યુવાનનું કોફીન પરિવારજનોને સોપવા ને બદલે અન્ય કે જે પોતાનું કારગો લેવા માટે આવ્યો હતો તેને આપી દેતા આ વ્યક્તિ પણ આશ્ચર્યચકીત થઈ ગયો હતો. જ્યારે યુવાન ના પરિવારજનો પાર્થિવ દેહ લેવા માટે આવ્યા ત્યારે એર ઇન્ડિયા ના કર્મચારીઓ એ કરેલી ભૂલ સામે આવી અને તાબડતોબ ભૂલ સુધારીને પાર્થિવ દેહ તેના પરિવારજનોને સોપ્યો હતો.
જોકે એ વાતનું ભારે આશ્ચર્ય સર્જાયું છે કે એરઈન્ડિયાના કર્મચારી થી આવડી મોટી ભૂલ કઈ રીતે થઈ શકે? તો બીજી તરફ પણ જે વ્યક્તિ ને આ કોફીન સોંપવામાં કાર્ગો કુરિયર નો કર્મચારી હોવાની શક્યતા સેવાઈ રહી છે. આજે સવારે તેના પરિવારજનો યુવાન પુત્રના પાર્થિવ દેહને લેવા માટે પહોંચ્યા ત્યારે સમગ્ર હકીકત સામે આવી હતી. આ બાબતે એરલાયન્સના સૂત્રોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયા એરલાઇન્સનો કોઈ નવો કર્મચારી હોવાના કારણે તેનાથી આ ભૂલ થઈ ગઈ હતી અને ગઈકાલે સાંજે બનેલી આ ઘટનામાં કાર્ગો કંપનીનો કોઈ કર્મચારી આવીને યુવાનનું ડેડબોડી લઈને જતો પણ રહ્યો હતો જ્યારે સવારે આ યુવાનના પરિવારજનો અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યારે સમગ્ર હકીકત જાણવા મળી અને તુરંત જ ચોપડામાંથી નામ જાણી તુરંત જ આ કાર્ગો એજન્સી ને ફોન કરીને યુવાનના ડેડબોડી ને તુરંત માં પરત મંગાવ્યું હતું.
આ વાતને લઈને પરિવારજનોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો એક તરફ દીકરાને ગુમાવવાનું દુ:ખ અને બીજી તરફ યુવાન પુત્રનો પાર્થિવ દેહ કર્મચારીની ભૂલથી રઝળ્યો..!!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહાનગરોમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં મૂલ્યાંકન માટેના માપદંડ લાગુ પડાશે
January 23, 2025 11:16 AMઠંડીમાં સામાન્યથી બે ડિગ્રીનો વધારો કાલથી તાપમાનમાં ખાસ ફેરફાર નહીં
January 23, 2025 11:15 AM૧૩ વર્ષના ભાઈએ સતત રડી રહેલી એક વર્ષની બહેનની કરી ઓશિકું દબાવી હત્યા
January 23, 2025 11:14 AMમોરબીમાં પીવાના પાણીના પ્રશ્નેે ટાંકામાં બેસી વિરોધ પ્રદર્શન
January 23, 2025 11:11 AMવાંકાનેર નજીક ટ્રક પાછળ બાઈક ઘુસી જતા પિતા–પુત્રીનું મોત
January 23, 2025 11:10 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech