ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ ઈલોન મસ્કની કંપની સ્પેસએકસ સાથે કરાર કર્યેા છે જેમાં ઈસરોના ૪.૭ ટનના સેટેલાઈટ જીસેટ–૨૦ કે જેનું ટૂંક સમયમાં જ નવું નામ જીસેટ એન૨ રાખવામાં આવશે અને તે સ્પેસએકસના ફાલ્કન–૯ રોકેટ દ્રરા લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઈટને આ વર્ષના બીજા કવાર્ટરમાં લોન્ચ કરવાની યોજના છે.
ભારતીય સ્પેસ એજન્સીની વ્યાપારી શાખા ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિ.એ ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વધારે ક્ષમતા વાળા સેટેલાઈટનો હેતુ ભારતના બ્રોડબેન્ડ કમ્યુનિકેશનને પ્રોત્સાહન આપવાનો છે, ખાસ કરીને દેશના એવા વિસ્તારોમાં કે યાં હજુ પણ બ્રોડબેન્ડથી અનકનેકટેડ છે. આ સેટેલાઈટનું વજન ૪,૭૦૦ કિગ્રા છે, જે ઈસરોની વર્તમાન સર્વેાચ્ચ અવકાશયાન પ્રક્ષેપણ ક્ષમતા ૪,૦૦૦ કિગ્રા કરતાં વધુ છે. ઈસરો પાસે હાલમાં સૌથી વધુ ક્ષમતાવાળા રોકેટ જીએસએલવી–એમકે ૩ છે જે ૪ હજાર કિલો વજનના સેટેલાઈટને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં લઈ જઈ શકે છે. જીસેટ–૨૦નું વજન આ ક્ષમતા કરતા ૭૦૦ કિલો વધુ છે. આ જ કારણ છે કે ઈલોન મસ્કની સ્પેસ એજન્સી સ્પેસએકસની સેવાઓ પ્રથમવાર લેવામાં આવી રહી છે. ફાલ્કન–૯ રોકેટ ૮,૩૦૦ કિલોગ્રામ વજનના સેટેલાઇટને જીટીઓ સુધી પહોંચાડી શકે છે. ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ લાંબા સમય સુધી વિદેશી રોકેટ પર નિર્ભર રહેવું પડશે નહીં. કેમકે હાલના રોકેટની ક્ષમતા કરતા આગળ વધીને નેકસ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ વિકસાવવામાં વ્યસ્ત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એનજીએલવી પાસે ૧૦ હજાર કિલો વજનના સેટેલાઈટ અથવા ઉપકરણોને જીટીઓ સુધી લઈ જવાની ક્ષમતા હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech