નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમમાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસા થઈ છે. ગુરુવારે રાત્રે એમ્સ્ટરડેમમાં ઇઝરાયેલ સમર્થકો પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં એક ડઝન લોકો ઘાયલ થયા છે. પોલીસે 62 આરોપીઓની ધરપકડ કરી છે. ઘાયલોમાં ઘણા ઇઝરાયેલના નાગરિકો પણ સામેલ છે. ઇઝરાયલ વિરોધી હુમલાની ઇઝરાયેલ અને નેધરલેન્ડના નેતાઓ દ્વારા સખત નિંદા કરવામાં આવી છે.
નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમમાં ગુરુવારે રાત્રે ઇઝરાયલી સમર્થકો પર થયેલા હુમલામાં લગભગ એક ડઝન લોકો ઘાયલ થયા છે, જેમાંથી પાંચને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલા ફૂટબોલ મેચ દરમિયાન શરૂ થયા અને સ્ટેડિયમની બહાર ચાલુ રહ્યા હતા.
ઇઝરાયેલી ટીમના સમર્થકો પર હુમલા
યુરોપ લીગની આ મેચ Ajax અને Maccabi Tel Aviv ટીમો વચ્ચે હતી. આખી મેચ દરમિયાન ખૂબ જ ઘોંઘાટ અને લડાઈ જોવા મળી હતી. પોલીસે 62 હુમલાખોરોની ધરપકડ કરી છે. એવું જાણવા મળ્યું છે કે એમ્સ્ટરડેમમાં ભારે પોલીસ તૈનાત હોવા છતાં, ઇઝરાયેલ ટીમના સમર્થકો પર ઘણી જગ્યાએ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે ઘણી જગ્યાએ ઘટનાઓ બની ત્યારે પોલીસે ઈઝરાયેલ સમર્થકોને બચાવ્યા અને તેમની હોટલોમાં લઈ ગયા. આ હુમલાઓમાં ઈઝરાયેલના ઘણા નાગરિકો ઘાયલ થયા છે.
હુમલાનું કારણ સામે આવ્યું
મેયરે મેચ પહેલા ફૂટબોલ સ્ટેડિયમ નજીક પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રસ્તાવિત પ્રદર્શનની પરવાનગી આપવાનો ઈન્કાર કર્યા બાદ હુમલાઓ થયા હતા. મેચ દરમિયાન પેલેસ્ટાઈન સમર્થકોએ વિસ્તારમાં સરઘસ કાઢવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પોલીસે તણાવ વધવાના ડરથી લોકોને આગળ વધવા દીધા ન હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech