લેબનોનમાં હિજબુલ પર ઇઝરાયલની એરસ્ટ્રાઇક

  • April 25, 2024 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક તરફ ઇઝરાયેલ હમાસ સાથે ડીલ કરી રહ્યું છે તો બીજી તરફ તેને હિઝબુલ્લાહ સાથે પણ ડીલ કરવાની છે. લેબનોનમાં હાજર હિઝબુલ્લા સંગઠન ઈઝરાયેલ પર સતત રોકેટ હુમલા કરી રહ્યું છે.દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી સેનાએ હત્પમલો કર્યેા છે. સંરક્ષણ પ્રધાન યોગ ગેલન્ટે આ માહિતી આપી હતી. આ દરમિયાન તેણે એ નથી જણાવ્યું કે ઈઝરાયેલના સૈનિકોએ સરહદ પાર કરી છે કે નહીં. મોટાભાગના દળોને સરહદ પર તૈનાત કરવામાં આવ્યા છે. આઇડીએફ દળો હાલમાં દક્ષિણ લેબનોનમાં આક્રમક કામગીરી કરી રહ્યા છે. ગેલન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું. ઇઝરાયેલી આર્મીને આઈડીએફ તરીકે પણ ઓળખવામાં આવે છે.

એએફપી અનુસાર, ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાને દાવો કર્યેા હતો કે સેનાના હુમલામાં લેબનોનમાં હિઝબુલ્લાહના અડધાથી વધુ કમાન્ડરો માર્યા ગયા છે. કમાન્ડરોની સંખ્યા જાહેર કર્યા વિના, સંરક્ષણ પ્રધાન ગેલન્ટે કહ્યું કે આઈડીએફ ઓપરેશન પછી, અડધાથી વધુ છુપાયેલા છે અથવા અહીંથી ભાગી ગયા છે. લેબનોનમાં હાજર સંયુકત રાષ્ટ્ર્રના વચગાળાના દળે કહ્યું કે અમે કોઈને સરહદ પાર કરતા જોયા નથી. મતલબ કે ઈઝરાયેલે હવાઈ હત્પમલો કર્યેા છે.

હિઝબુલ્લાહના હથિયાર સ્ટોરેજને નિશાન બનાવ્યું
ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે તેણે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહની ૪૦ જગ્યાઓ પર હત્પમલો કર્યેા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, થોડા સમય પહેલા, આઈડીએફ ફાઇટર જેટસ અને આર્ટિલરીએ હિઝબોલ્લાના અંદાજે ૪૦ લયો પર હત્પમલો કર્યેા હતો. આ હત્પમલો ઐતા અલ–શાબની આસપાસ કરવામાં આવ્યો હતો, જેમાં હિઝબુલ્લાહના સ્ટોરેજ અને હથિયારોની સુવિધાઓને પણ નિશાન બનાવવામાં આવી હતી. સેનાએ કહ્યું કે હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર હત્પમલા કરવા માટે અહીં ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કયુ હતું.

હિઝબુલ્લાએ પણ ઈઝરાયેલ પર હત્પમલો કર્યેા હતો

લેબનોન પર હત્પમલો એવા સમયે થયો છે યારે ઈરાન સમર્થિત હિઝબુલ્લાએ કહ્યું હતું કે તેણે ઈઝરાયેલ પર રોકેટ છોડા હતા. આ હત્પમલા પહેલા લેબનોનમાં બે લોકોના મોત થયા હતા, જેના માટે હિઝબુલ્લાહે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું. મંગળવારે પણ હિઝબુલ્લાએ ઉત્તરી ઈઝરાયેલમાં રોકેટ છોડા હતા. હિઝબુલ્લાના સભ્ય હસન ફદલ્લાએ કહ્યું હતું કે આ લોકો હવે નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. આપણે દુશ્મનને કહેવું પડશે કે આપણે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છીએ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application