Israel and Hamas: ઈઝરાયેલે ફરી રફા પર હવાઈ કર્યો હુમલો, છ બાળકો સહિત 9 લોકોના મોત

  • April 20, 2024 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ દિવસેને દિવસે ભયંકર વળાંક લઈ રહ્યો છે. ઈઝરાયેલે ગાઝાના દક્ષિણી શહેર રફામાં ફરી એકવાર હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં છ બાળકો પણ સામેલ છે.


મળતી માહિતી પ્રમાણે ઈઝરાયેલે ગાઝાના દક્ષિણી શહેર રફામાં ફરી એકવાર હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં છ બાળકો પણ સામેલ છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલના હુમલામાં 37 લોકોના મોત થયા છે.


ઈઝરાયેલે રહેણાંક મકાનને બનાવ્યું નિશાન

ગાઝાના સિવિલ ડિફેન્સે જણાવ્યું હતું કે ઈઝરાયેલે શુક્રવારે મોડી રાત્રે રફા શહેરની પશ્ચિમમાં તેલ સુલતાન વિસ્તારમાં રહેણાંક મકાનને નિશાન બનાવ્યું હતું. તેમણે કહ્યું કે હુમલામાં છ બાળકો, બે મહિલાઓ અને એક પુરુષના મોત થયા છે. મહત્વનું છે કે રફા ઇજિપ્તની સરહદ પર સ્થિત છે.


34 હજારથી વધુ લોકોના મોત

ગાઝાના આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલના હુમલામાં 37 લોકો માર્યા ગયા છે અને 68 ઘાયલ થયા છે. મંત્રાલયે કહ્યું કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં મૃત્યુઆંક 34,049 અને ઘાયલોની સંખ્યા 76,901 પર પહોંચી ગઈ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા લોકોમાં ઓછામાં ઓછા બે તૃતીયાંશ બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application