'પુરુષોનો ટાપુ', સદીઓથી મહિલાઓ માટે અહી પ્રવેશ છે નિષેધ !

  • February 11, 2023 03:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteam 

પૃથ્વીના દરેક ખૂણામાં, તેમની ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિ અનુસાર, સદીઓ પહેલા જુદા જુદા નિયમો અને કાયદાઓ બનાવવામાં આવ્યા હતા અને પછી આવા જ રહ્યા. જેને આપણે પરંપરા કહીએ છીએ. એક ટાપુની પરંપરા છે કે, જ્યાં માત્ર પુરુષો જ રહી શકે છે. કોઈપણ મહિલા માટે અહીં જવાની મનાઈ છે. રસપ્રદ વાત એ છે કે અહીં પુરુષો સમુદ્રના દેવી સ્વરૂપની પૂજા કરે છે, પરંતુ અહીં મહિલાઓના આવવા પર પ્રતિબંધ છે.
આ કોઈ એક મંદિર કે દેવસ્થાનની વાત નથી, દુનિયામાં એક આખો ટાપુ છે જ્યાં માત્ર પુરુષો જ જઈ શકે છે અને મહિલાઓને જવાની પરવાનગી નથી. આ સ્થળ જાપાનમાં છે અને તેને ઓકિનોશિમા દ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ ઉપરાંત અહીં ઘણા કડક નિયમોનું પાલન કરવું પડે છે.
જાપાનના ઓકિનોશિમા ટાપુને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવ્યો હતો. આ ટાપુ કુલ 700 ચોરસ મીટરમાં ફેલાયેલો છે. એવું કહેવાય છે કે ચોથી થી નવમી સદી સુધી, આ ટાપુ કોરિયન ટાપુઓ અને ચીન વચ્ચે વેપારનું કેન્દ્ર હતું. તેને ધાર્મિક રીતે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જો કે આ ટાપુ પર પ્રાચીન સમયથી ચાલતા ધાર્મિક પ્રતિબંધો આજે પણ માન્ય છે. આ પ્રતિબંધો પૈકી એક છે મહિલાઓના આગમન પર પ્રતિબંધ. અહીં આવતા પુરૂષો માટે પણ કેટલાક અઘરા નિયમો છે, જેનું તેમણે પાલન કરવું પડશે.
કહેવાય છે કે આ ટાપુ પર જતા પહેલા પુરુષો માટે નગ્ન અવસ્થામાં સ્નાન કરવું જરૂરી છે. અહીંના નિયમો એટલા કડક છે કે અહીં આખા વર્ષમાં માત્ર 200 માણસો જ આવી શકે છે અને અહીં આવતા સમયે તેમને કંઈપણ સાથે લાવવાની કે લઈ જવાની મંજૂરી નથી. તેમની આ યાત્રા પણ ગુપ્ત રહેવી જોઈએ. અહેવાલ મુજબ, મુનાકાતા તૈશા ઓકિત્સુ મંદિર અહીં સ્થિત છે, જ્યાં સમુદ્રની દેવીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે 17મી સદી દરમિયાન દરિયાઈ સફરમાં જહાજોની સુરક્ષા માટે અહી પૂજા કરવામાં આવતી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application