આવતીકાલે રાજકોટની ભાગોળે ખંઢેરી સ્થિત સ્ટેડિયમમાં ભારત–ઈંગ્લેનડની ટીમ વચ્ચે ટી–૨૦ મેચ રમાનાર છે.જે મેચમા મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકો ઉમટી પડનાર હોય ત્યારે કોઇ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્રારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
મેચમાં ૪૮૨ જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ૪ ડીવાયએસપી, ૯ પીઆઈ, ૩૧ પીએસઆઈની નીગરાની હેઠળ ૨૫૨ પોલીસમેન ઉપરાંત ઘોડેસવાર અને બોમ્બ સ્કોડની ટીમ તૈનાત રહેશે. સીસીટીવી કેમેરાનો કન્ટ્રોલ મ ઉભો કરવામાં આવ્યો છે. સમગ્ર સ્ટેડીયમમાં ૪૦ વોકીટોકી સાથે દરેક ગતિવિધિ પર સતત વોચ રાખવામાં આવશે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા એસપી હિમકરસિંહની રાહબરીમા મેચને લઇ સ્ટેડિયમમાં ૪૮૨ જેટલા સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે.ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે કાલે મંગળવારે ખંઢેરી સ્ટેડીયમ ખાતે રમાનાર ટી–ર૦ મેચમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજકોટ શહેર અને જિલ્લા પોલીસ દ્રારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.બંને ટીમના ખેલાડીઓ જે બે હોટલમાં રોકાયા છે ત્યાંના અને બંને ટીમના ખેલાડીઓને સહી સલામત રીતે સ્ટેડીયમમાં પહોંચાડવાની જવાબદારી શહેર પોલીસની રહેશે. જયારે સ્ટેડીયમ જિલ્લા પોલીસની હદ્દમાં આવતું હોવાથી ત્યાના બંદોબસ્તની જવાબદારી તેની રહેશે.
સ્ટેડીયમના બંદોબસ્તનું સુપરવિઝન રાજકોટ રલ એસપી કરશે.તેમના માર્ગદર્શન હેઠળ ૪ ડીવાયએસપી, ૯ પીઆઈ, ૩૧ પીએસઆઈ, ર૫૨ પોલીસમેન, ૩૬ ટ્રાફિક પોલીસ, ૧૦૦ મહિલા પોલીસ બંદોબસ્ત જાળવશે. આ ઉપરાંત બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડની બે ટીમો સ્ટેડીયમમાં તહેનાત રહેશે.સ્ટેડીયમમાં બે બેગેજ સ્કેનર, બે ફાયર ફાયટર, એમ્બ્યુલન્સ સાથે બે મેડીકલ ટીમ, બે એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ પણ ઉપસ્થિત રહેશે. પ્રેક્ષકોની ચકાસણી માટે ૪૦ હેન્ડ હેલ્ડ મેટલ ડીટેકટર ઉપરાંત ૨૦ ડોર ફ્રેમ મેટલ ડીટેકટર ગોઠવવામાં આવ્યા છે.સ્ટેડીયમમાં જ સીસીટીવી કેમેરાનો કન્ટ્રોલ મ ઉભો કરવામાં આવ્યો છે. સમગ્ર સ્ટેડીયમમાં ૪૦ વોકીટોકી સાથે પોલીસમેનો તહેનાત રહેશે.
હેલ્મેટ ફરજિયાત પહેરવાનું,પણ સલામતીની જવાબદારી તમારી
સૌરાષ્ટ્ર્ર ક્રિકેટ એસોસિયેશન હેઠળના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમના નિતી નિયમો મુજબ સ્ટેડીયમમાં હેલ્મેટ અંદર લઇ જવા પર પ્રતિબધં છે. તેમજ સ્ટેડીયમની અંદર કે બહાર ગેઇટ ઉપર હેલ્મેટ રાખવાની માટેની કોઇ વ્યવસ્થા નથી. જેથી ટુ વ્હીલર વાહનો લઇ ક્રિકેટ મેચ જોવા આવનાર તમામ પ્રેક્ષકોએ પોત–પોતાના હેલ્મેટ પોતાના વાહન સાથે સુરક્ષિત રીતે લોક કરવા માટેની વ્યવસ્થા કરીને આવવા માટે જાહેર જનતાને સુચના કરવામા આવી છે. તેમજ પ્રેક્ષકોના વાહનો તથા અન્ય ચીજ વસ્તુની ચોરી ના થાય તે માટે યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામા આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech