ઉપર ઈરાનની મિસાઈલ અને નીચે લગ્ન કરી રહ્યું હતું કપલ ? ફોટો થયા વાયરલ

  • October 02, 2024 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




આજના યુગમાં યુદ્ધ માત્ર જમીન પર લડવામાં આવતું નથી પરંતુ સમયની સાથે તેનો વ્યાપ વધતો જાય છે. ઘણી વખત દુષ્પ્રચારનો ઉપયોગ દુશ્મનને નિરાશ કરવા માટે કરવામાં આવે છે. ઘણી વખત સોશિયલ મીડિયાનો ઉપયોગ દુનિયાને બતાવવા માટે પણ કરવામાં આવે છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવના આ માહોલમાં સોશિયલ મીડિયા પર કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.


મંગળવારે મોડી રાતે ઈરાને ઈઝરાયેલ પર સેંકડો મિસાઈલો છોડી હતી, જે બાદ ઈઝરાયેલે બદલો લેવાની વાત કરી હતી. જો કે, ઈઝરાયેલનું કહેવું છે કે આ હુમલાને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.


આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં આકાશમાં મિસાઈલ જોવા મળી રહી છે અને લોકો લગ્ન પણ કરી રહ્યાં છે. આ દ્રશ્ય એવું લાગે છે કે જાણે ફટાકડાની વચ્ચે લગ્ન થઈ રહ્યા હોય. જો કે, એ સ્પષ્ટ નથી કે આ ફોટોગ્રાફ્સ ક્યારે લેવામાં આવ્યા હતા અને શું તે ખરેખર આ યુદ્ધ દરમિયાન લેવામાં આવ્યા હતા.



સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીરો


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યહૂદી કપલ લગ્ન કરી રહ્યું છે. તસવીરની સાથે લખવામાં આવ્યું છે કે આ ઈઝરાયલી કપલે કહ્યું કે- અમારા લગ્નના દિવસે ઈરાની મિસાઈલોએ આકાશને શણગાર્યું હતું.



આ સિવાય એક અન્ય તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સેંકડો ઈરાની મિસાઈલ પણ આ યહૂદી યુગલના લગ્નને રોકી શકી નથી. તેમનો 'ચુપ્પા' (લગ્ન સમારોહ) એક સુરક્ષિત રૂમમાં યોજાયો હતો, જ્યારે મિસાઈલ હુમલાનો ખતરો હતો.



મધ્યરાત્રિએ ઇઝરાયેલના આકાશમાં શું થયું?


ઇઝરાયેલમાં મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યા હતા, જ્યારે આકાશમાં પ્રકાશ દેખાયો. અચાનક ઈઝરાયેલ પર 180 થી વધુ બેલેસ્ટિક મિસાઈલો અંધાધૂંધ ફાયર કરવામાં આવી હતી જેના કારણે ખળભળાટ મચી ગયો હતો. આ હુમલા સાથે ઈરાને સ્પષ્ટપણે કહ્યું કે, તેણે હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ અને ઈસ્માઈલ હાનિયાના મોતનો બદલો લીધો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, ઈરાન દ્વારા કરવામાં આવેલ આ હુમલો સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application