કોર્ટ મેરેજ બાદ હવે આમીરની દીકરી ઇરા ખાને કર્યા ક્રિશ્ચન પદ્ધતિથી લગ્ન
આમિર ખાનની પુત્રી ઇરા ખાને ઉદયપુરમાં પરિવાર અને મિત્રો વચ્ચે નુપુર શિખરે સાથે ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી લગ્ન કર્યા, હાલ લગ્નના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.ઇરા ખાન અને નુપુર શિખરે ફરીથી લગ્નના બંધનમાં બંધાયા છે.દંપતીના લગ્નના ફંક્શન માટે આખો પરિવાર ઉદયપુર પંહોચ્યો હતો.
ઇરા ખાન અને નુપુર શિખરે ફરીથી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા બાદ બંનેએ ઉદયપુરમાં ફરી લગ્ન કર્યા. આ વખતે તેણે ક્રિશ્ચિયન રિવાજો અનુસાર લગ્ન કર્યા. એ વાત તો જાણીતી જ છે કે છેલ્લા ઘણા દિવસોથી તેના લગ્નના ફંક્શન્સ ચર્ચામાં છે અને આ માટે કપલનો આખો પરિવાર ઉદયપુર પંહોચ્યો હતો જેમાં આમિર ખાન પરિવારની બંને પૂર્વ પત્નીઓ, પુત્રો જુનૈદ અને આઝાદનો સમાવેશ થાય છે. તેમના લગ્નના ફંક્શનની તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે.
આમિર ખાનની પુત્રી ઇરા ખાને ઉદયપુરમાં પરિવાર અને મિત્રો વચ્ચે નુપુર શિખરે સાથે લગ્ન કર્યા હતા અને હવે તેમના ક્રિશ્ચિયન વેડિંગની ઝલક સામે આવી છે જેમાં નવવિવાહિત કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. હાલ એ લગ્નનો વિડીયો વાયરલ થયો છે જેમાં સફેદ ગાઉનમાં ઇરા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેમજ નૂપુર શિખરે બો ટાઈ સાથે ગ્રે રંગનો ફોર્મલ સૂટ પહેરેલ જોવા મળ્યો હતો.
આ દરમિયાન દુલ્હનના પિતા આમિર ખાન ભાવુક થતાં પણ જોવા મળ્યા અને તેમના આંસુ લૂછ્યા હતા. ઇરા ખાન અને નુપુર શિખરે તેમના ક્રિશ્ચિયન લગ્ન પછી એકબીજા સાથે ડાન્સ કરતાં પણ જોવા મળ્યા હતા.
આમિર ખાનની પુત્રીના લગ્નના જે વીડિયો સામે આવ્યા છે તેના પર ચાહકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. આમિર ખાનના ચાહકોએ બંનેને લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે. જો કે, કેટલાક લોકો એવા છે જેઓ બંનેને તેમના ક્રિશ્ચિયન વેડિંગ પર ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.
જાણીતું છે કે આ પહેલા ઇરા ખાન અને નુપર શિખરેએ 3 જાન્યુઆરીના રોજ મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા હતા. આ કોર્ટ મેરેજમાં નુપુર વેસ્ટ અને શોર્ટ્સમાં લગ્નની બારાત સાથે પંહોચ્યો હતો અને તેની આ હટકે સ્ટાઈલએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જ્યારે ઇરા ના સિમ્પલ લુક, સ્માર્ટવોચ અને કોલ્હાપુરી ચપ્પલમાં જોવા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી વધુ એક્શન લેવાશે! ભારતીય વાયુસેનાને છૂટ આપવામાં આવી
May 08, 2025 12:14 PMજામનગર જિલ્લાના મોટરકાર પ્રકારના વાહનો માટેની જૂની સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકાશે
May 08, 2025 11:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech