શેરબજારમાં આજે મોટાપાયે વેચવાલીના પગલે સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. સવારે 11 વાગ્યા આસપાસ 707 પોઈન્ટના કડાકા સાથે 76335.18 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 189.60 પોઈન્ટ તૂટી 23122.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ ખાતે મોર્નિંગ સેશનમાં કુલ ટ્રેડેડ 3745 પૈકી 1668 શેર સુધારા તરફી અને 1889 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 73 શેર વર્ષની ટોચે, જ્યારે 39 શેર વર્ષના તળિયે પહોંચ્યા છે. 176 શેરમાં અપર સર્કિટ અને 179 શેરમાં લોઅર સર્કિટ વાગી છે.
વૈશ્વિક શેરબજારોના સથવારે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં આ સપ્તાહે આવેલી તેજી બાદ આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. પરિણામે આઈટી ઈન્ડેક્સ 2.36 ટકા અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 1.98 ટકાના કડાકે કારોબાર થઈ રહ્યો હતો. ઈન્ફોસિસ 5.70 ટકા, પોલિસી બાઝાર 4.92 ટકા, એલએન્ડટી માઈન્ડટ્રી 2.08 ટકા અને ટીસીએસ 1.73 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે.
રિયાલ્ટી ઈન્ડેક્સ 1 ટકા સુધર્યો છે. પાવર અને એનર્જી શેર્સમાં પણ ખરીદી વધતાં ઘણા શેર્સ સુધર્યા છે. બજેટમાં વિવિધ અપેક્ષાઓ અને પોઝિટિવ ત્રિમાસિક પરિણામોની સંભાવનાના પગલે મેટલ અને ઓઈલ એન્ડ ગેસ શેર્સમાં પણ સુધર્યા છે. હિન્દાલ્કો 2 ટકા, કોલ ઈન્ડિયા 1.27 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
શેરબજારમાં ઘટાડા વચ્ચે એક્સિસ બેંક હવે સેન્સેક્સમાં ટોચના ઘટાડાવાળા દેશોમાં સ્થાન ધરાવે છે. આમાં 6 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જ્યારે, ઇન્ફોસિસ 5.73 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૩૭ ટકા વધ્યો છે. આ દરમિયાન, સેન્સેક્સ 742 પોઈન્ટ ઘટીને 76300 પર પહોંચી ગયો છે. નિફ્ટી 200 પોઈન્ટનો ભારે ઘટાડો થયો છે અને 23110 પર આવી ગયો છે.
એશિયન બજારો
વોલ સ્ટ્રીટમાં નબળાઈને કારણે શુક્રવારે એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો. જાપાનનો નિક્કી 225 0.21 ટકા ઘટ્યો, જ્યારે ટોપિક્સ 0.48 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ફ્લેટ રહ્યો અને કોસ્ડેક 0.11 ટકા ઘટ્યો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ નબળા ખુલવાનો સંકેત આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિંહોની સુરક્ષા માટે રેલવેનો નવતર અભિગમ: ટ્રેક પર લાગશે 'ઇન્ટ્રુશન ડિટેકશન ડીવાઈસ'
January 17, 2025 08:10 PMમહાકુંભના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો અનોખો અભિગમ, શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે ગુજરાત પેવિલિયન
January 17, 2025 08:08 PMનરોડા પોલીસે પોલીસકર્મીઓ સામે જ નોંધ્યો ગુનો, કાયદાનું કરાવ્યું ભાન
January 17, 2025 08:06 PMરશિયન સેનામાં લડતા 12 ભારતીયોના મોત, 16 લોકો ગુમ, કેન્દ્ર સરકારે બીજું શું કહ્યું?
January 17, 2025 08:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech