અન્ય જીલ્લામાંથી બદલી પામીને આવેલા ૧૭ પીએસઆઇને અપાતી નિમણુંક
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા ૭ પીએસઆઇ અને ૫ પીઆઇની આંતરીક બદલીઓ કરવામાં આવી છે, જયારે અન્ય જીલ્લામાંથી તાજેતરમાં બદલી પામીને આવેલા ૧૭ પીએસઆઇને નિમણુંકના ઓર્ડર કરવામાં આવ્યા છે.
સીટી-સી ડીવીઝનના પીએસઆઇ વાય.આર. જોશીને આઇયુસીએડબલ્યુ જામનગર, પંચ-એના પીએસઆઇ જે.પી. સોઢાને સીટી-બીમાં, પંચ-બીના એમ.વી. મોઢવાડીયાને લીવ રીઝર્વમાં, સીટી-બીના એ.વી. વણકરને એર સિકયુરીટી, લીવ રીઝર્વના કે.ડી. જાડેજાના સીટી-બીમાં, સીટી-બીના ડી. જી. રાજને એર સિકયુરીટી અને એર સિકયુરીટીના એમ.એમ. ઓડેદરાને જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરાયા છે.
જયારે કાલાવડ ટાઉનના બિનહથીયારી પીઆઇ વી.એસ. પટેલને જામનગર ગ્રામ્ય સીપીઆઇ, લીવ રીઝર્વના એન.બી. ડાભીને કાલાવડ ટાઉન, આર.એમ. વસાવાને એએચટીયુ, એન.ડી. સોલંકીને આઇયુસીએડબલ્યુ જામનગર અને એચ.વી. રાઠોડને એરપોર્ટ સિકયુરીટી ખાતે નિમણુંક અપાઇ છે.
આ ઉપરાંત બિન હથીયારી પીએસઆઇ જે અન્ય જીલ્લામાથી બદલી પર અહી આવેલા હોય તેવા ૧૭ પીએસઆઇને અલગ અલગ પોલીસ સ્ટેશન અને વિભાગમાં નિમણુંક આપવામાં આવી છે. જેમાં પંચ-બીમાં સી.એમ. કાટેલીયા, બેડી મરીનમાં વી.એસ. પોપટ, એલઆઇબીમાં ચુનીલાલ રાંકજા, એબ્સ્કોન્ડરમાં એમ.વી. ભાટીયા, પંચ-એમાં એ.કે. પટેલ, ટ્રાફિક શાખામાં બી.જે. તિરકર વિગેરેનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech