સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઈન્ટર હાઉસ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024-25 યોજાઇ

  • May 01, 2024 10:57 AM 

વિજેતા ટીમના ખેલાડીઓને ટ્રોફી અને ઇનામો એનાયત કરી સન્માનીત કરાયા


તાજેતરમાં જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ઇન્ટર હાઉસ જુનિયર અને સિનિયર ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું.


આ ચેમ્પિયનશિપમાં પાંચ સિનિયર અને બે જુનિયર હાઉસ ટીમોએ ભાગ લીધો હતો. ચેમ્પિયનશિપ લીગના ધોરણે યોજવામાં આવી હતી. ગરુડ હાઉસ અને શાસ્ત્રી હાઉસે અનુક્રમે સિનિયર ગ્રુપ અને જુનિયર ગ્રુપમાં ટાઇટલ જીત્યું હતું. સિનિયર ગ્રૂપમાં શિવાજી હાઉસના કેડેટ મેઘરાજ ગોહેલ અને કેડેટ દિવ્યેશ યાદવને અનુક્રમે ચેમ્પિયનશિપના ‘બેસ્ટ પ્લેયર’ અને ‘બેસ્ટ ઇમર્જિંગ પ્લેયર’ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.


આંગ્રે હાઉસના કેડેટ પ્રિન્સ રાજને ‘બેસ્ટ ગોલકીપર’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે જુનિયર ગ્રૂપમાં શાસ્ત્રી હાઉસના કેડેટ યુવરાજ સિંહ જાડોન અને નેહરુ હાઉસના કેડેટ પ્રિન્સ પટેલને અનુક્રમે ચેમ્પિયનશિપના ‘બેસ્ટ પ્લેયર’ અને ‘બેસ્ટ ઇમર્જિંગ પ્લેયર’ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. શાસ્ત્રી હાઉસના કેડેટ રાજવર્ધન સિંહને ‘બેસ્ટ ગોલકીપર’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ચેમ્પિયનશિપનું આયોજન ઈન્ચાર્જ રમેશ જે મકવાણા, ટીજીટી સોશિયલ સાયન્સ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સીએચએમ સંદિપ પાંડે અને હવ મનુજ ચંબિયાલ મેચોના રેફરી હતા.


મુખ્ય મહેમાન કર્નલ શ્રેયશ મહેતા, આચાર્ય, સૈનિક સ્કૂલ બાલાચડીએ વિજેતાઓને ચેમ્પિયનશિપ ટ્રોફી અને ઈનામો એનાયત કર્યા હતા. સભાને સંબોધતા તેમણે વિજેતાઓ અને સહભાગીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે કેડેટ્સે પ્રતિભા અને સખત મહેનત સાથે કૌશલ્યો સુધારવા અને વિકસાવવાની જરૂર છે અને કેડેટ જેટલી વધુ રમત રમે છે તેટલું તે શીખે છે. આ પ્રસંગે અધિકારીઓ, સ્ટાફ અને કેડેટો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application