રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણિતી યુવતીએ અપઘાત કરી લીધો છે. ઇન્સ્ટાગ્રામમાં તોફાની રાધા તરીકે જાણિતી રાધિકા હર્ષદભાઈ ધામેચા (ઉં.વ.26)એ ઘરે જ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવતા તેમના ફોલોઅર્સમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. રાધિકાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી ગઈ છે અને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરી છે.
રાધિકા પરિવારથી અલગ રહેતી હતી
તોફાની રાધા પરિવારથી અલગ રૈયા તુલસી માર્કેટ સામે રહેતી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના 42 હજારથી વધારે ફોલોઅર્સ છે. તાજેતરમાં જ તે ગોવા ફરવા ગઈ હતી. પિતા હર્ષદભાઈને ફોન કરી કહ્યું હતું કે, હું હવે ઉપર જાઉં છું. જોકે, પિતા ત્યાં પહોંચે એ પહેલા તેણે ગળેફાંસો ખાઇ લીધો હતો.
રોજ ઇન્સ્ટાગ્રામમાં વીડિયો અપલોડ કરતી
રાધિકા ઈન્સ્ટાગ્રામમાં અલગ-અલગ વીડિયો રોજ અપલોડ કરતી હતી. રાધિકા ગોવા ફરવા ગઈ હતી અને બાદમાં રાજકોટ આવીને તેણે આપઘાત કરી લીધો છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે. મૃતક યુવતી પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી તો પોલીસે મોબાઈલ ફોનના આધારે તપાસ હાથ ધરી છે. તેણે તેના પિતાને છેલ્લે ફોન કર્યો હતો અને કહ્યું હતુ કે, હું દુનિયા છોડીને જાઉં છું તો પિતાએ ઘટનાસ્થળે જઈને જોયું તો તેમની પુત્રીએ આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ તેમણે પરિવારજનોને જાણ કરી હતી.
અચાનક આપઘાત કરી લેતા અનેક તર્ક-વિતર્ક
અચાનક આપઘાત કરી લેતા અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે.પોલીસે હાલમાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. મોબાઈલ ફોનને FSLમાં તપાસ માટે મોકલી આપ્યો છે. તપાસ થયા બાદ આપઘાતનું કારણ સામે આવી શકે છે.
'તોફાની રાધા' ને પોલીસ સ્ટેશનમાં વીડિયો બનાવવો ભારે પડ્યો હતો!
રાજકોટમાં તોફાની રાધા નામનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે તોફાની રાધાના ઈન્સ્ટાગ્રામમાં ત્રણ વિડીયો રિલ્સ વાયરલ થયા હતા. ગાંજા જેવા દેખાતા પદાર્થનું સેવન કરતી હોઈ, જેતપુર ટોલનાકાનું બેરિયર તોડતી હોઈ તે પ્રકારના ત્રણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વાયરલ થયેલા વીડિયો મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. તોફાની રાધાએ પોલીસ સ્ટેશનમાં ઉતારેલો વીડિયો બેખોફપણે રીલ બનાવી અપલોડ કર્યો હોવાથી ખળભળાટ મચી ગયો હતો. તમને જણાવીએ કે તોફાની રાધા અગાઉ મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂકી છે. ટોલનાકે પણ બેરીકેડ તોડી કાર હંકારી રહ્યાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMજામનગરમાં લગ્નની સિઝનમાં તસ્કરો બન્યા બેફામ
February 22, 2025 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech