સૌરાષ્ટ્ર્રના ઉધોગોને ચાર દિવસમાં ૧૦,૦૦૦ કરોડનો બિઝનેસ મળશે

  • January 04, 2024 04:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ખાતે યોજાનાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ થકી સૌરાષ્ટ્ર્રના ૧૦,૦૦૦ કરોડનો બિઝનેસ થશે. આગામી તારીખ સાતમી જાન્યુઆરી થી શ થનાર સરદારધામ આયોજિત ગુજરાતના પ્રથમ ઇન્ટરનેશનલ બિઝનેસ એકસપોમાં સૌરાષ્ટ્ર્રના ૨.૭૫ લાખ નાના મોટા વ્યવસાયિક એકમોને વૈશ્વિક પ્લેટફોર્મ મળવાની સાથે ૧૦૦૦૦ કરોડના સીરામીક, એગ્રીકલ્ચર, હાર્ડવેર, ઓટો પાર્ટ સહિત ૪૦ થી વધુ સેકટરને મળશે તેવું પ્રમુખ ગગજીભાઈ સુતરીયા એ જણાવ્યું હતું.
ચાર દિવસના એકમોમાં રાજકોટ માટે મહત્વપૂર્ણ સફળતા એ છે કે રાજકોટની કંપની ૨૦૦ કરોડ ના એમ.ઓ.યુ કરશે. રવિવારે રાજકોટ ખાતે જી.પી.બી.એસ આયોજિત દેશ કા એકસ્પોનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટન થશે અને ચાર દિવસીય યોજનાર સૌરાષ્ટ્ર્રના ઉધોગોની ઓળખ સમગ્ર વિશ્વમાં વધુને વધુ ખ્યાતિ મેળવશે સાથે નવા ઔધોગિક સીમા ચિન્હો પણ પ્રસ્થાપિત કરશે. ૧૫૦ ફટ રીંગ રોડ પર એક લાખ ચોરસ મીટર જગ્યામાં ૧૩ અતિ આધુનિક પેવેલિયન માં ૧૧૦૦ જેટલા અલગ અલગ સેકટરના સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે.

આ એકસપો ઓટો, હાર્ડવેર ,ફર્નિચર, વેલરી, એગ્રો કિચનવેર,સહિત ૪૦થી વધુ ઔધોગિક ક્ષેત્રમાં રાજકોટ વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન બનશે. પચાસથી વધુ સ્ટાર્ટઅપ અને ૫૦થી વધુ વુમન એન્ટરપ્રિન્યોર આ એકસપોમાં જોડાઈ છે. જેમાં મેઇક ઇન ઇન્ડિયા અને આત્મ નિર્ભર ભારતના સૂત્રને સૌરાષ્ટ્ર્રના પોણા ત્રણ લાખ વ્યવસાયિક એકમો ચાર દિવસ દરમિયાન ૧૦૦૦૦ કરોડના ઓર્ડરો લેશે તેવી આશા જી પી બી એસ ના પ્રમુખ હંસરાજભાઈ ગજેરા અને પરેશભાઈ ગજેરાએ વ્યકત કરી હતી.
સ્ક્રુ લઈને સેટેલાઈટ ના રાજકોટ પૂં પાડી રહ્યું છે ત્યારે અનેક ક્ષેત્રમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર્રમાં બનતી પ્રોડકટ ને રાષ્ટ્ર્રીય અને આંતરરાષ્ટ્ર્રીય માર્કેટ નો લાભ મળશે. ગગજીભાઈ સુતરીયા એ જણાવ્યું હતું કે આજે પાટીદાર સમાજ મહાજનની ભૂમિકામાં જોવા મળશે. આ એકસપોમાં શ્રીલંકાના એનર્જી મિનિસ્ટર ખાસ સૌરાષ્ટ્ર્રની સોલાર સિસ્ટમના અભ્યાસ માટે આવી રહ્યા છે. આ એકિઝબિશનમાં રાજકોટની ઇન્ફાઇનાઇટ સ્કેવર પ્રાઇવેટ લિમિટેડ કંપની હેલ્થ બ્યુટી ,ફેશન, વેલરી, ટેકનોલોજી માં ૨૦૦ કરોડના એમઓયુ કરવા જઈ રહી છે જે રાજકોટ બિઝનેસ ક્ષેત્ર માટે ગૌરવ ની વાત છે.

આ ઉપરાંત બ્રાસપાર્ટમાં મોખરે જામનગર અને એશિયામાં નંબર વન મોરબીનો સીરામીક એકસપોર્ટ પર નવો રેકોર્ડ રચવાનો છે તેવું સીરામીક એસોસિએશનના નિલેશ જેતપરિયા એ જણાવ્યું હતું.

ગ્લોબલ પાટીદાર બિઝનેસ એકસપોમાં દેશની ટોચની કંપનીઓના ડાયરેકટર જેમકે જોયાલુકાસ, કલ્યાણ વેલર્સ જેવી અનેક કંપનીઓના સુકાનીઓ પણ આ એકિઝબિશનમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે. યુકે, ઈટલી ,દુબઈ,તુર્કી, વિયેતનામ, બાંગ્લાદેશ અફઘાનિસ્તાન, કોંગો, સાઉથ આફ્રિકા સહિત ૪૦ દેશના અધિકારીઓનું ડેલીગેશન રાજકોટ આવશે. જે સૌરાષ્ટ્ર્રના વેપાર ઉધોગથી પરિચિત થશે અને જેના લીધે સ્થાનિક પ્રોડકટ માટે એકસપોર્ટના નવા દ્રાર ખુલશે, અન્ય રાયના ઉધોગકારો પણ અહીં મુલાકાતે આવવાના હોવાથી આંતરરાય વેપાર નો અવકાશ મળશે.


ઈટલીની કંપની સાથે ૨૦૦ કરોડના એમઓયુ

એકિઝબિશનના પ્રથમ દિવસે જ રાજકોટની ઇનફાઈનાઇટ કંપની ઈટલી ની કંપની સાથે હેલ્થ, બ્યુટી ,ફેશન, વેલરી ટેકનોલોજી અને એસેસરીઝમાં ૨૦૦ કરોડના એમ.ઓ.યુ.કરવા જઈ રહી છે. આ ચાર દિવસ દરમિયાન જવેલરી, સીરામીક અને બ્રાસપાટર્સ સેકટર ને બુસ્ટર ડોઝ મળશે.

શ્રીલંકાના ઊર્જામંત્રી આવશે

સૌરાષ્ટ્ર્રની સોલાર સિસ્ટમ થી પ્રભાવિત થઈને શ્રીલંકાના ઉર્જામંત્રી ખાસ આ એકિઝબિશન માટે આવી રહ્યા છે. અહીં તેઓ સોલાર એનર્જી અંગેનો સર્વે કરી માહિતી મેળવશે આ ઉપરાંત ૪૦ જેટલા અલગ અલગ દેશમાંથી બિઝનેસમેન સાથે ઉચ્ચ અધિકારીઓનો ડેલીગેશન પણ આવી રહ્યું હોવાનું હંસરાજભાઈ ગજેરાએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application