ભારતમાં નદીઓ વિશે વાત કરવી અને પ્રદૂષણનો ઉલ્લેખ ન કરવો એ અશક્ય છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવી નદી છે જે તેની અજોડ સ્વચ્છતા માટે જાણીતી છે?
ભારતમાં નદીઓની સ્વચ્છતા અંગે હંમેશા ચર્ચા થાય છે. પરંતુ જ્યારે પણ ભારતની સૌથી સ્વચ્છ નદીનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે માત્ર એક જ નદીનો પ્રશ્ન આવે છે. એ છે મેઘાલયની ઉમંગોટ નદી. આ નદીનું પાણી એટલું સ્વચ્છ છે કે તેમાં તરતી હોડીઓ હવામાં તરતી હોય તેવું લાગે છે. ઉમંગોટ નદીનું પાણી એટલું પારદર્શક છે કે તેના તળિયામાં પડેલા પથ્થરોને પણ સ્પષ્ટ જોઈ શકાઈ છે. ગાઢ જંગલોથી ઘેરાયેલી આ નદી તેની પ્રાકૃતિક સુંદરતા માટે પણ પ્રખ્યાત છે. તેની સુંદરતાના કારણે આ નદી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
સ્થાનિક લોકો આ નદીને ખૂબ જ પવિત્ર માને છે અને તેને સ્વચ્છ રાખવા માટે તમામ શક્ય પ્રયાસો કરે છે. ઉમંગોટ નદીનું પાણી આસપાસના પર્વતોમાંથી આવે છે. આ પહાડોના ખડકો કુદરતી રીતે પાણીને ફિલ્ટર કરે છે, જેના કારણે પાણી એકદમ સ્વચ્છ રહે છે.
આ વિસ્તારમાં ઔદ્યોગિકીકરણ બહુ ઓછું છે અને અહીંના લોકો નદીના પાણીને પ્રદૂષિત કરતા નથી. આ નદી મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લામાં આવેલી છે. જેને 'ખાડોન નદી' પણ કહેવામાં આવે છે. આ નદીને જોવા માટે લોકો દૂર-દૂરથી જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાશ્મીરના લોકોએ કહ્યું અમે બેઘર થઈ ગયા પણ અમે ખુશ છીએ કે સેનાએ બદલો લીધો
May 08, 2025 12:46 PMકેશોદ પોલીસે સોનીની દુકાનોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપી
May 08, 2025 12:30 PMજાફરાબાદના બોગસ ડોકટર–રાજુલાના ત્રણ હિસ્ટ્રીશીટરને ત્રણ જિલ્લામાંથી તડીપાર કરાયા
May 08, 2025 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech