ભારતીય લોકો પોતાની કાર લઈને જઈ શકે છે દુનિયાના આ દેશોમાં

  • June 29, 2024 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુસાફરી કરવાનું કોને ન ગમે? મોટાભાગના લોકોનું સપનું હોય છે કે તેઓ પોતાના દેશની મુસાફરીની સાથે વિદેશમાં પણ મુસાફરી કરી શકે. છેલ્લા કેટલાક વર્ષોમાં રોડ ટ્રીપનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે. ભારતથી કયા દેશોની રોડ ટ્રીપ કરી શકાય છે અને તેનું અંતર કેટલું છે? જાણો કયા દેશો ભારતની સૌથી નજીક છે.


ભારતીય લોકો મોટાભાગે દેશ સાથે વિદેશ પ્રવાસનું સ્વપ્ન જુએ છે. સોશિયલ મીડિયા પર જોયું જ હશે કે મોટાભાગના લોકોમાં રોડ ટ્રિપનો ક્રેઝ વધી ગયો છે. પરંતુ શું જાણો છો કે ભારતીય લોકો કેટલા દેશમાં રોડ ટ્રીપ કરી શકે છે? તમે રોડ ટ્રિપ દ્વારા ભારતમાંથી 19 દેશોની યાત્રા કરી શકો છો. જો કે  આ માટે તમારી પાસે ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, વિઝા, પરમિટ અને અન્ય જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ.


કોલકાતા અને બેંગકોક વચ્ચે બની રહેલા ઈન્ટરનેશનલ હાઈવેનું 70 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. આ પછી  ભારતના લોકો સરળતાથી બેંગકોકની યાત્રા પર જઈ શકશે. આ સિવાય ઘણા એવા દેશો છે જ્યાં ભારતીય લોકો રોડ દ્વારા રોડ ટ્રિપ કરી શકે છે. ઉદાહરણ તરીકે દિલ્હીથી નેપાળની રાજધાની કાઠમંડુનું અંતર લગભગ 1162 કિલોમીટર છે. આ શહેરમાં પહોંચવામાં લગભગ 20 કલાકનો સમય લાગશે. જો કે અહીં સૌથી સારી વાત એ છે કે અહીં ભારતીય લાઇસન્સ માન્ય છે.


આ સિવાય ભારતના પાડોશી દેશ ચીનનું અંતર દિલ્હીથી 4165 કિલોમીટર છે. સડક માર્ગે ચીન જવા માટે 83 કલાકનો સમય લાગશે. જો કે  તમારે ચીન અને નેપાળમાંથી પસાર થવું પડશે.


દિલ્હીથી મલેશિયાનું અંતર લગભગ 5700 કિલોમીટર છે. અહીં જવા માટે 4 દિવસ લાગશે. રાજધાની દિલ્હીથી મ્યાનમારનું અંતર લગભગ 3000 કિલોમીટર છે. અહીં પહોંચવામાં 2 થી 3 દિવસ લાગશે. દિલ્હીથી શ્રીલંકાનું અંતર લગભગ 3600 કિલોમીટર છે.


ભારતના પાડોશી દેશ ભૂટાન અને દિલ્હી વચ્ચેનું અંતર લગભગ 2000 કિલોમીટર છે. અહીં પહોંચવામાં લગભગ 39 કલાકનો સમય લાગી શકે છે. દિલ્હીથી બાંગ્લાદેશનું અંતર લગભગ 1800 કિલોમીટર છે. આ સિવાય જો આપણે થાઈલેન્ડની વાત કરીએ તો દિલ્હીથી થાઈલેન્ડનું અંતર લગભગ 4200 કિલોમીટર છે. દિલ્હીથી કિર્ગિસ્તાનનું અંતર 1605 કિલોમીટર છે. અહીં પહોંચવામાં 33 કલાક લાગે છે. કિર્ગિસ્તાન જવા માટે ચીનની સરહદ નજીકથી પસાર થવું પડશે. ઉઝબેકિસ્તાન દિલ્હીથી લગભગ 1807 કિલોમીટર દૂર છે. અહીં પહોંચવામાં 30 કલાક લાગે છે. જો કે  ઉઝબેકિસ્તાન જવા માટે પાકિસ્તાન અને તાજિકિસ્તાનમાંથી પસાર થવું પડશે. તુર્કમેનિસ્તાન દિલ્હીથી લગભગ 1975 કિલોમીટર દૂર છે. અહીં પહોંચવામાં 40 કલાક લાગે છે. તુર્કમેનિસ્તાન જવા માટે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી પસાર થવું પડશે.


દિલ્હીથી ઈરાનનું અંતર 4530 કિલોમીટર છે. અહીં પહોંચવામાં લગભગ 95 કલાકનો સમય લાગે છે. ઈરાન જવા માટે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી પસાર થવું પડે છે. દિલ્હીથી તુર્કિનું અંતર લગભગ 8000 કિલોમીટર છે. અહીં પહોંચવામાં 11 થી 12 દિવસનો સમય લાગે છે. દિલ્હીથી ગ્રીસનું અંતર લગભગ 5000 કિલોમીટર છે. અહીં પહોંચવામાં 8 થી 9 દિવસનો સમય લાગે છે. દિલ્હીથી ઈટાલીનું અંતર લગભગ 6159 છે. અહીં પહોંચવામાં 4 થી 5 દિવસનો સમય લાગે છે. દિલ્હીથી ફ્રાન્સનું અંતર લગભગ 6600 કિલોમીટર છે. અહીં પહોંચવામાં 6 થી 7 દિવસનો સમય લાગે છે. દિલ્હીથી ફિનલેન્ડનું અંતર લગભગ 5300 કિલોમીટર છે. અહીં પહોંચવામાં 4 થી 5 દિવસનો સમય લાગે છે. દિલ્હીથી ચેક રિપબ્લિકનું અંતર લગભગ 5800 કિલોમીટર છે. અહીં પહોંચવામાં 5 થી 6 દિવસનો સમય લાગે છે. અન્ય તમામ દેશોમાં રોડ ટ્રીપ પર જવા માટે દસ્તાવેજોની જરૂર પડે છે. આ વિના કોઈપણ દેશ તમને સરહદ પાર કરવાની મંજૂરી આપતા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application