ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના એકિઝકયુટિવ ડાયરેકટર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનએ દાવો કર્યેા છે કે ભારતની અર્થવ્યવસ્થા ૨૦૪૭ સુધીમાં ૫૫ ટિ્રલિયન સુધી પહોંચી શકે છે. પરંતુ આ માટે ભારતે ડોલરના સંદર્ભમાં ૧૨%ના વિકાસ દરે વૃદ્ધિ કરવી પડશે.ભારતની અર્થવ્યવસ્થાનું અત્યારનું કદ ૩.૯૪૨ ટિ્રલિયન છે.
સુબ્રમણ્યમે કોલકાતામાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ૨૦૧૬થી ફુગાવાનો લયાંક નક્કી કરીને દેશમાં કામ કરવાથી ફુગાવાનો દર સરેરાશ ૫% સુધી લાવવામાં મદદ મળી છે.૨૦૧૬ પહેલા સરેરાશ ફુગાવાનો દર ૭.૫ ટકા હતો. જો વાસ્તવિક વૃદ્ધિ દર આઠ ટકા અને ફુગાવો પાંચ ટકા રહે તો બજાર ભાવે વૃદ્ધિ દર ૧૩ ટકા રહેવાની ધારણા છે. ૨૦૧૮ થી ૨૦૨૧ સુધી કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર રહેલા સુબ્રમણ્યમે કહ્યું કે ડોલરના સંદર્ભમાં ભારતનો વાસ્તવિક વિકાસ દર ૧૨ ટકા રહેશે. આવી સ્થિતિમાં અર્થતંત્રનું કદ દર છ વર્ષે બમણું થશે. ભારતની અર્થવ્યવસ્થાનું વર્તમાન કદ ૩,૮૦૦ અબજ ડોલર છે. તેમણે કહ્યું કે ભારત માટે આઠ ટકાના દરે વૃદ્ધિ હાંસલ કરવી શકય છે. હાલમાં, ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તે ટૂંક સમયમાં ત્રીજા સ્થાને પહોંચવાની અપેક્ષા છે. હાલમાં અમેરિકા પ્રથમ, ચીન બીજા, જર્મની ત્રીજા અને જાપાન ચોથા ક્રમે છે.
ભારત કરતાં આ દેશો આગળ
વડાપ્રધાન મોદીએ ઘણી વખત દાવો કર્યેા છે કે તેમના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. બીજા કવાર્ટરમાં જાપાનની અર્થવ્યવસ્થાનું પ્રદર્શન અપેક્ષા કરતાં સાં રહ્યું હતું, યારે યુરોપનું સૌથી મોટું અર્થતત્રં હજુ મંદીમાંથી બહાર આવ્યું નથી. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતત્રં છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ભારત ટૂંક સમયમાં જાપાન અને જર્મનીને પાછળ છોડી શકે છે.ફોબ્ર્સના મતાનુસાર અમેરિકાની અર્થવ્યવસ્થાનું કદ હાલમાં ૨૮.૭૮૩ ટિ્રલિયન છે. ચીનનું અર્થતત્રં ૧૮.૫૩૬ ટિ્રલિયન, જર્મનીનું ૪.૫૯૦ ટિ્રલિયન અને જાપાનનું ૪.૧૧૨ ટિ્રલિયન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચૂંટણી પહેલા કેજરીવાલનો નવો અવતાર, કપાળ પર તિલક ,સફેદ લુંગી અને ગમચા સાથે જોવા મળ્યા
November 14, 2024 05:30 PMશ્રીનગરની મુસ્લિમ પબ્લિક સ્કૂલમાં ભીષણ આગ
November 14, 2024 04:52 PMસલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ પર થયો જીવલેણ હુમલો, હાથમાં ફ્રેક્ચર થયું
November 14, 2024 04:00 PMપથ્થરમારો, રસ્તાઓ પર આગચંપી અને હાઇવે જામ; નરેશ મીણાની ધરપકડથી ટોંકમાં મચી ખળભળાટ
November 14, 2024 03:41 PMકોવિડ દરમિયાન મદદનો હાથ લંબાવ્યો હતો, હવે આ દેશ પીએમ મોદીને આપશે સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન
November 14, 2024 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech