જુલાઈ 2022 માં 300 ડોલર પ્રતિ કેરેટના હાઇ લેવલથી આ મહિને 78 ડોલર પર કેરેટના લો લેવલ સુધી, લેબમાં બનેલા હીરાના બજારમાં મોટા પાયે કડાકો જોવા મળ્યો છે, જેના કારણે પ્રશ્નો ઉભા થયા છે કે, ખરેખર ભારતીય દાયમંડ્સની ચમક ઝાંખી પડી ગઈ છે ગઈ છે કે શું ? જો કે, નેચરલ ડાયમંડના ભાવમાં 25-30 ટકાનો સુધારો જોવા મળ્યો છે. હીરાના વેપારીઓનું કહેવું છે કે છેલ્લાં બે વર્ષ ભાવમાં સતત ઘટાડા સાથે અને દરેક વીતતા દિવસ સાથે શેરનું મૂલ્ય ઘટવાને પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. સોનાના ભાવમાં વધારો, યુએસ અર્થતંત્ર અને અન્ય પશ્ચિમી દેશોમાં મંદી ઉપરાંત ચીનની ખરીદીની પેટર્નમાં અચાનક ફેરફાર ચિંતાનું કારણ બન્યા છે.
લક્ષ્મી ડાયમંડ્સના સીએમડી અશોક ગજેરાએ જણાવ્યું હતું કે, સુરતમાં કાર્યરત 38,000 કામદારોથી માંડીને નાના/મધ્યમ ઉદ્યોગો અને મોટા ઉદ્યોગો સુધી દરેકને ફટકો પડ્યો છે. ડાયમેન્ટેર કહે છે કે, અમને ખોટમાં ઓર્ડર ચલાવવાની ફરજ પાડવામાં આવી રહી છે. હીરાના સ્ટોકમાં દરેક પસાર થતા દિવસે ડવેલ્યુએશન જોવા મળી રહ્યું છે, જેના કારણે એન્ટરપ્રાઇઝને ખોટમાં ઓર્ડર ચલાવવાની ફરજ પડી છે. છેલ્લા 22 મહિનાથી હીરાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, ભારતમાંથી રફ હીરાની આયાતમાં વધારો થયો અને ઉદ્યોગને લાગ્યું કે પુનરુત્થાન થવાની સંભાવના છે. જો કે, આ આશાવાદ અલ્પજીવી હતો. નિષ્ણાતો કહે છે કે ભારતમાં હવે હીરાનો વધુ પડતો પુરવઠો છે. કુદરતી હીરાના ભાવમાં ઘટાડા અંગે, ગજેરાએ જણાવ્યું હતું કે નાના અને સસ્તા ગુણવત્તાવાળા ખામીયુક્ત હીરાએ પોતાનું વર્ચસ્વ ગુમાવી દીધું છે અને લેબમાં બનાવવામાં આવેલા આવેલા પરફેક્ટ ડાયમંડ સાથે તેની સખત સ્પધર્િ જોવા મળી રહી છે. ઉચ્ચ સ્તરે, વૈશ્વિક બજારમાંથી માંગ ધીમી છે. ચાઇના, જે આર્ટિફીશિયલ ડાયમંડના મોટા ખરીદદાર તરીકે હતું, તેને અચાનક આ હીરાઑ માંથી મન ઊડી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ડ્રેગનની પહેલાની ખરીદ શક્તિની સરખામણીએ હવે માત્ર 10-15% રહી છે. ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના પર્ફોર્મન્સ ડેટા અનુસાર, આ વર્ષે એપ્રિલ-મે દરમિયાન જેમ્સ અને જ્વેલરીની એકંદર કુલ નિકાસ 4,691.6 મિલિયન ડોલર (રૂ. 39,123 કરોડ) થઈ છે, જે ગયા વર્ષના સમયગાળાના આંકડા કરતાં 5.9% ઓછી છે. કટ અને પોલિશ્ડ ડાયમંડની કિંમત 15.5% ઘટીને 2,627 મિલિયન ડોલર થઈ હતી, અને પોલિશ્ડ લેબ મેઇડ ડાયમંડની કામચલાઉ કુલ નિકાસ પણ 2023ના સમયગાળા માટે 241.6 મિલિયન ડોલરની સામે 15.5% ઘટીને 204.2 મિલિયન ડોલર થઈ છે. જેમ્સ અને જ્વેલરી સેક્ટરે બજેટ 2024 માં આયાત ડ્યૂટી 15% થી ઘટાડીને 6% કરવા બદલ કેન્દ્રની પ્રશંસા કરી હોવા છતાં, ઇન્ડિયા બુલિયન અને જ્વેલરી એસોસિએશનના ગવર્નિંગ બોર્ડના ડિરેક્ટર કનૈયા કક્કડે જણાવ્યું હતું કે સોનાનો સ્ટોક ધરાવતા વેપારીઓને નુકસાન થશે. તેઓએ ઊંચા દરે ખરીદી કરી હતી પરંતુ હવે સસ્તા ભાવે વેચાણ કરવું પડશે.
જીજેઇપીસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સબ્યસાચી રેએ જણાવ્યું હતું કે, સરકારની વર્ષોની ઉપેક્ષાએ ઉદ્યોગ પર તેની અસર કરી છે. અમને કહેવામાં આવ્યું છે કે અમારું ક્ષેત્ર સમૃદ્ધ લોકોનું ક્ષેત્ર છે, પરંતુ એવું નથી. આગળનો ભાગ દેખાય છે અને પાછળનો છેડો નહિ. પાછળના ભાગમાં લાખો લોકોનો સમાવેશ થાય છે. આ બ્લુ-કોલર ઉદ્યોગ 5 મિલિયન લોકોને રોજગાર આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech