સુલતાનપુર નજીક ઇનોવાએ બાઇકને ઠોકર મારતા બાબરાના આધેડનું મોત, યુવકને ઇજા

  • December 23, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના સુલતાનપૂર અને વાસાવડ નજીક સામેથી આવતા અજાણ્યા વાહન ચાલકે બાઇકને ઠોકર મારી અકસ્માત સર્જતાં ગંભીર ઇજા થવાથી બાઈક ચાલક આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હતું જયારે પાછળ બેઠેલા મિત્રને ગંભીર ઇજા થતા રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
બનાવની મળતી વિગત મુજબ બાબરાના મોટા દેવળીયા ગામે રહેતા રામજીભાઈ જીવરાજભાઈ હિરપરા (ઉ.વ.૫૦) અને મિત્ર ગૌરાંગ મનસુખભાઇ રાછડીયા (ઉ.વ.૨૮) બંને બાઈક લઇ ગત તા.૨૨ના ગોંડલથી દેવળીયા ઘરે પરત ફરતા હતા ત્યારે સુલતાનપુર અને દેવળીયા વચ્ચે સામેથી પુરપાટ ઝડપે આવતી જીજે –૦૩–જેસી–૩૦૦૫ નંબરની ઇનોવા કારએ બાઇકને ઠોકર મારતા બાઈક ચાલક રામજીભાઈ અને મિત્ર ગૌરાંગ દૂર સુધી ફંગોળાયા હતા જેમાં રામજીભાઈના માથાના ભાગે ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મોત નીપયું હતું. બનાવના પગલે આસપાસના લોકો અને વાહન ચાલકો દોડી ગયા હતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. અને બનાવની જાણ પોલીસને કરવામાં આવતા સુલતાન પૂર પોલીસ દોડી ગઈ હતી અને સ્થળ પંચરોજકામ સહિતની કાર્યવાહી કરી હતી. અકસ્માત સર્જી ઇનોવાચાલક નાસી જતા મૃતકના ભાઈ ભરતભાઈ જીવરાજભાઈ હિરપરાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. પરિવારના જણાવ્યા મુજબ ગૌરાંગ વેલ્ડીંગનું ને કામ કરતો હોઈ આથી તેને ગોંડલ સામાન લેવાનો હતો આથી રામજીભાઈ તેની સાથે ગયા ગત. બંને પરત ફરતા હતા ત્યારે અકસ્માત નડો હતો. મૃતક રામજીભાઈ બે ભાઈ બે બહેનમાં વચેટ હતા અને સંતાનમાં બે દીકરા બે દીકરી છે. આધેડના કણ મૃત્યુથી પરિવારમાં શોકની કાલિમા છવાઈ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application