ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ગુડઝ ટ્રેનની રૂ.૨.૪૪ લાખ કરોડની આવક મેળવી

  • April 03, 2023 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય રેલવે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૧૫૧૨ એમટી ગુડસ ટ્રેન વહન કરશે જે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ૧૪૧૮ એમટી હતું. જે ગુડસ લોડિંગમાં ૫.૬૩ ટકાની નોંધપાત્ર વૃધ્ધિ નોંધાવી છે. એક નાણાકીય વર્ષમાં ભારતીય રેલવે દ્વારા વહન કરવામાં આવેલ આ સૌથી વધુ ગુડસ ટ્રાફિક છે.


ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન રૂપિયા  ૨.૪૪ લાખ કરોડની આવક હાંસલ કરી છે જે ૨૦૨૧-૨૨માં રૂપિયા ૧.૦૧ લાખ કરોડની સરખામણીએ છે. જે ૨૭.૭૫ ટકાની વૃધ્ધિ દર્શાવે છે. હંગ્રી ફોર કાર્ગોના મંત્રને અપનાવીને, ભારતીય રેલવેએ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ તેમજ સ્પર્ધાત્મક દરે સેવાની ઉપલબ્ધતા સુધારવા માટે સતત પ્રયાસો કર્યા છે. જેના પરિણેમે પરંપરાગત અને બિનપરંપરાગત કોમોડિટી બન્ને રેલવેને નવો વ્યવસાય મળી રહ્યો છે.
ભારતીય રેલવે મિશન ૧૦૦ ટકા ઈલેક્ટ્રિફિકેશનને પૂર્ણ કરવા માટે ઝડપી પ્રગતિ કરી રહ્યું છે અને તે વિશ્ર્વનું સૌથી મોટું ગ્રીન રેલવે નેટવર્ક બની ગયું છે.


ભારતીય રેલવેના ઈતિહાસમાં ૨૦૨૨-૨૩ દરમિયાન ૬.૫૪૨ આરકેએમનું વિક્રમી વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે.નવી લાઈનો નાખવા, ડબલિંગ, ગેજ કન્વર્ઝનના સંદર્ભમાં ૨૦૨૧-૨૨માં ૨૯૦૯ કિલોમીટરની સરખામણીએ ૨૦૨૨-૨૩ દરમિયાન ૫૨૪૩ કિલોમીરટર હાંસલ કરવામાં આવે છે. 



દરરોજ સરેરાશ ૧૪.૪ કિ.મી.નો ટ્રેક નાખવામાં આવે છે. આ ઉપરાંત હાલના ઉચ્ચ ઘનતા અથવા ટ્રાફિક રૂટ પર વધુ ટ્રેનો ચલાવવા માટે લાઈનની ક્ષમતા વધારવા માટે ઓટોમેટિક લોક સિગ્નલિંગ એ ખર્ચ અસરકારક ઉપાય છે. ભારતીય રેલવેએ ૨૦૨૧-૨૨માં ૨૧૮ કિલોમીટરની સરખામણીમાં ૨૦૨૨-૨૩ દરમિયાન ઓટોમેટિક સિગ્નલિંગ દ્વારા ૫૩૦ કિલોમીટરનું અપગ્રેડ કર્યુ છે. જેમાં ૧૪૩.૧૨ ટકાનો વધારો નોંધાયો છે.



જૂની લીવર ફ્રેમ્સથી લઈને કોમ્પ્યુટર આધારિત ઓપરેટિંગ સીસ્ટમ્સ સુધી મોટી સંખ્યામાં ડિજિટલી ઈન્ટરલોકડ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. ટ્રેનના સંચાલનમાં ડિજિટલ ટેકનોલોજીનો લાભ લેવા અને સલામતી વધારવા માટે ઈલેકટ્રોનિક ઈન્ટરલોડિંગને મોટાપાયે અપનાવવામાં આવી રહ્યું છે. ૨૦૨૧-૨૨માં ૪૨૩ સ્ટેશનોની સરખામણીમાં ૨૦૨૨-૨૩ દરમિયાન ૫૩૮ સ્ટેશન પર ઈલેકટ્રોનિક ઈન્ટરલોડિંગ પ્રદાન કરવામાં આવ્યું છે. જે ૨૭.૭૯ ટકાનો વધારો દર્શાવે છે. તેમજ ૨૦૨૧-૨૨માં ૯૯૪ ફલાયઓવર, અંડરપાસની સરખામણીમાં ૭.૧૪ ટકાનો વધારો નોંધાવતા ૨૦૨૨-૨૩ દરમિયાન ૧૦૬૫ ફલાયઓવર-અંડરપાસને સુલભ બનાવવામાં આવ્યા છે, જેથી લોકોને રસ્તાઓ પર પાટા ઓળંગવામાં સુવિધા મળી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application