ભારતીય નૌકાદળેએ કર્યું બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ

  • June 06, 2023 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





ભારતીય નૌકાદળે ફ્રન્ટલાઈન ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર INS મોરમુગાઓમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણથી સમુદ્રમાં નૌકાદળની મારક ક્ષમતા અને તાકાતમાં વધારો થયો છે. નૌકાદળના એક અધિકારીએ જણાવ્યું કે, નવીનતમ ગાઈડેડ-મિસાઈલ વિધ્વંશક INS મોરમુગાઓએ તેની પ્રથમ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ દ્વારા ફાયરિંગ દરમિયાન ટાર્ગેટને સફળતાપૂર્વક નિશાન બનાવ્યું હતુ.



INS મોરમુગાઓ ભારતીય નૌકાદળના વિશાખાપટ્ટનમ-શ્રેણીના સ્ટીલ્થ ગાઈડેડ-મિસાઈલ વિધ્વંશકનું બીજું જહાજ છે. અધિકારીએ જણાવ્યું કે, આ જહાજ અને તેના શક્તિશાળી શસ્ત્રો બંને સ્વદેશી છે અને દરિયામાં ભારતીય નૌકાદળની ફાયરપાવરનું બીજું શાનદાર પ્રતીક છે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ નૌકાદળની મહત્વની મિસાઈલ છે.


જે જગ્યાએથી મિસાઈલનું પરિક્ષણ કરાયું તેની માહિતી ગુપ્ત રખાઈ છે. આ મિસાઈલ સબમરીન, જહાજો અને એરક્રાફ્ટ અથવા જમીન પરથી છોડી શકાય છે. બ્રહ્મોસ મિસાઈલ 2.8 મૈક અથવા અવાજની ઝડપ કરતાં લગભગ ત્રણ ગણી વધુ ઝડપે ઉડે છે. ભારત બ્રહ્મોસ મિસાઈલની પણ નિકાસ કરી રહ્યું છે. ગત વર્ષે જાન્યુઆરીમાં ભારતે મિસાઈલની 3 બેટરીના સપ્લાય માટે ફિલિપાઇન્સ સાથે 37.5 કરોડ ડોલરના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application