ચાર સ્ટેડિયમમાં સુપર-8ની 12 મેચ ભારત 3 અલગ-અલગ મેદાન પર રમશે

  • June 18, 2024 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની સુપર-8 મેચોની લાઇન-અપ તૈયાર થઈ ગઈ છે. મતલબ કે આઈસીસી ટૂનર્મિેન્ટના આ તબક્કામાં તે ક્યારે અને કઈ ટીમનો સામનો કરશે તેનું શેડ્યૂલ તૈયાર છે. સુપર-8નો પડકાર ભારતીય ટીમ માટે ગ્રુપ સ્ટેજના પડકાર કરતાં વધુ હશે. 4 સ્ટેડિયમમાં  સુપર-8ની 12 મેચ રમાશે. ટીમ ઈન્ડિયા તેની 3 મેચ 3 અલગ-અલગ મેદાન પર રમશે. તેમાંથી 2 મેદાનો બેટિંગ માટે સારાં છે અને એકમાં બોલિંગનું પ્રભુત્વ વધારે છે.

ટીમ ઈન્ડિયાએ 20 જૂને ટી20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 તબક્કામાં પોતાની પ્રથમ મેચ રમવાની છે. આ મેચ અફઘાનિસ્તાન સામે થશે. આ પછી ટીમ ઈન્ડિયા સુપર-8માં બીજી મેચ 22 જૂને રમશે. આ મેચ બાંગ્લાદેશ સાથે થશે. ભારતીય ટીમે 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી અને છેલ્લી સુપર-8 મેચ રમવાની છે. હવે આ ત્રણેય વિરોધીઓ ટીમ ઈન્ડિયા માટે કેટલો મોટો પડકાર બની શકે છે તેનો અંદાજ તેમની સામે રમાયેલી અગાઉની મેચોના રેકોર્ડ પરથી લગાવી શકાય છે.

અફઘાનિસ્તાન V/S ભારત
સુપર-8 મેચના બહાને ભારત અને અફઘાનિસ્તાન 9મી વખત ટી20 ક્રિકેટમાં સામસામે ટકરાશે. આ પહેલા રમાયેલી 8 મેચમાંથી 6માં ભારતે જીત મેળવી છે. 1 મેચ ટાઈ રહી છે જ્યારે 1 મેચ અનિર્ણિત રહી છે. મતલબ કે અફઘાનિસ્તાનની ટીમ અત્યાર સુધી ભારત સામે એકપણ ટી20 મેચ જીતવામાં સફળ રહી નથી.


બાંગ્લાદેશ સામે દેખાવ
ભારતની બીજી મેચ બાંગ્લાદેશ સામે છે. ટી20 ક્રિકેટમાં બંને ટીમોની આ 14મી મુલાકાત હશે. આ પહેલા રમાયેલી 13 મેચોમાં ભારતે 12 વખત જીત મેળવી છે. જ્યારે 1 મેચ બાંગ્લાદેશના નામે રહી છે. એટલે કે જો જોવામાં આવે તો બીજી મેચમાં પણ ભારત બાંગ્લાદેશ પર 12-1થી આગળ છે.


ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ
હવે વાત કરીએ સુપર-8માં ભારતની ત્રીજી મેચની, જ્યાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સાથે થશે. ટી20 ક્રિકેટમાં બંને ટીમોની આ 32મી મુલાકાત હશે. આ પહેલા રમાયેલી 31 મેચોમાંથી ભારતે 19 જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 11 મેચ જીતી છે. જ્યારે બંને ટીમો વચ્ચે 1 મેચ અનિર્ણિત રહી છે. જો આપણે ટી20 વર્લ્ડ કપ્ની પીચ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો અહીં પણ ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી રમાયેલા 5 મુકાબલામાં 3-2થી આગળ છે. આ બીજી વખત છે જ્યારે બંને ટીમો વેસ્ટ ઈન્ડિઝમાં ટી20 મેચમાં સામસામે ટકરાશે. આ પહેલા રમાયેલી એકમાત્ર મેચમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. એટલે કે ભારતને હારનો સામનો કરવો પડ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application