વિશ્વના પ્રભાવશાળી લીડર્સની યાદીમાં હરમનપ્રીત કૌર સહિત ભારતના ત્રણ

  • September 15, 2023 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર સહિત ત્રણ ભારતીયોને ટાઈમ મેગેઝિન દ્રારા વિશ્વને પ્રભાવિત કરનારા ટોચના ૧૦૦ ઉભરતા લીડર્સમાં સ્થાન આપવામાં આવ્યું છે. જાહેર કરવામાં આવેલી '૨૦૨૩ ટાઈમ૧૦૦ નેકસટ: ધ ઇમજિગ લીડર્સ શેપિંગ ધ વલ્ર્ડ' લિસ્ટમાં હરમનપ્રીત ઉપરાંત ભારતના નંદિતા વેંકટેશન અને વિનુ ડેનિયલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતીય મૂળના નવણ દાસગુાને પણ તેમાં સ્થાન મળ્યું છે.


રિલીઝ અનુસાર, 'ચોત્રીસ વર્ષની હરમનપ્રીતે ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયા સામે વલ્ર્ડ કપ મેચમાં માત્ર ૧૧૫ બોલમાં અણનમ ૧૭૧ રન બનાવ્યા ત્યારે તેણે એક મહાન ખેલાડીનું બિદ મેળવ્યું હતું. આ ઇનિંગ સાથે તેની અસાધારણ પ્રતિભાથી દર્શકો દગં રહી ગયા હતા.


જુલાઈમાં બાંગ્લાદેશ સામેની ભારતની ડ્રો મેચ દરમિયાન હરમનપ્રીતે અમ્પાયરોની ટીકા કરી હતી. આ કારણે તેને બે મેચમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી અને તેની મેચ ફીના ૭૫ ટકા દડં ફટકારવામાં આવ્યો હતો. આ વર્ષે માર્ચમાં, હરમનપ્રીતને વુમન્સ પ્રીમિયર લીગની શઆતની સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન બનાવવામાં આવી હતી. પાંચ ટીમોની આ સ્પર્ધામાં તેમની ટીમ ચેમ્પિયન બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application