પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનું સપનું ચકનાચૂર થતાં વિનેશ ફોગાટે કુસ્તીને અલવિદા કહી દીધું છે. ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર થયા બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે એકસ પર એક ભાવનાત્મક સંદેશ શેર કર્યેા. વિનેશ ફોગાટે દુ:ખ વ્યકત કરતાં કહ્યું, મા કુસ્તી જીતી, હત્પં હારી ગઈ. માફ કરજો, તમાં સપનું, મારી હિંમત, બધું તૂટી ગયું છે, મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી. કુસ્તી ૨૦૦૧–૨૦૨૪ને અલવિદા. તેણે માફી માંગી અને કહ્યું કે તમારા બધાની હંમેશા ઋણી રહીશ.
વિનેશ ફોગાટ તેના હરીફ સામે સેમિફાઇનલ મેચ ૫–૦ના માર્જિનથી જીતી હતી અને ઓલિમ્પિક ફાઇનલમાં કવોલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ હતી. ઉલ્લેખનીય છે કે વિનેશ ફોગાટને વધારે વજનના કારણે ફાઈનલ મેચમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી, ત્યારબાદ તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોટર્સ (સીએએસ)માં અપીલ કરી હતી. વિનેશે કહ્યું હતું કે તેને આ ઈવેન્ટ માટે સિલ્વર મેડલ મળવો જોઈએ.
ભારતીય સ્ટાર રેસલર વિનેશ ફોગાટ ફાઇનલમાં પહોંચ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે તે ગોલ્ડ મેડલ જીતશે. વિનેશ ફોગાટે મંગળવારે મહિલાઓની ૫૦ કિગ્રા ફ્રી સ્ટાઈલ ઈવેન્ટની સેમિફાઈનલમાં કયુબાની કુસ્તીબાજ યુસ્નેલિસ ગુઝમેનને ૫–૦થી હરાવી હતી. વિનેશની ફાઈનલ યુએસએની એન સારા હિલ્ડેબ્રાન્ડ સામે થવાની હતી. અગાઉ, તેણીએ પ્રી–કવાર્ટર ફાઇનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન અને ચાર વખતની વિશ્વ ચેમ્પિયન યુઇ સુસાકીને ૫૦ કિગ્રામાં હરાવી હતી.
વિનેશની જાહેરાત બાદ કુસ્તીબાજ બજરગં પુનિયાએ પ્રતિક્રિયા આપી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. તેણે લખ્યું કે, વિનેશ, તું હારી નથી તને હરાવવામાં આવી છે, તું હંમેશા અમારા માટે વિજેતા રહેશ, તું ભારતની દીકરી હોવાની સાથે ભારતનું ગૌરવ પણ છે
જયારે વિનેશ આવશે ત્યારે તેને નિર્ણય પાછો લેવા સમજાવીશું: મહાવીર ફોગાટ
વિનેશના કાકા મહાવીર ફોગાટે પણ તેના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આ નિર્ણય પાછો લેવામાં આવશે. વિનેશ ફોગટને કુસ્તી શીખવનારા તેના કાકા મહાવીર ફોગટે કહ્યું કે યારે પણ વિનેશ આવશે, ત્યારે તે તેને સમજાવશે કે તેણે હજી વધુ રમવાનું છે અને તેણે નિવૃત્તિનો નિર્ણય બદલવો જોઈએ. અમે તેને હિંમત ન હારવા અને હવેથી ૨૦૨૮ ઓલિમ્પિકની તૈયારી શ કરવા કહીશું. વિનેશને સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવાથી દેશ દુખી છે. આ દુ:ખ ત્યારે જ ઓછું થશે યારે તે દેશ માટે ગોલ્ડ મેડલ લાવશે.
રમત રમાઈ ગઈ?
વિનેશ ફોગાટ માત્ર ૧૦૦ ગ્રામ વજનને લીધે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ ચુકી ગયા પછી તે ષડંયત્રનો ભોગ બની હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. પહેલવાન બજરગં પુનિયાએ પણ કહ્યું હતું કે વિનેશ તમે હાર્યા નથી, તમને હરાવવામાં આવ્યા છે. ફાઈનલ પહેલાં વિનેશના ખોરાકમાં ધ્યાન આપવામાં નહોતું આવ્યું અથવા જાણી જોઇને વજન વધે તેવું ષડંયત્ર કરવામાં આવ્યું હોવાની શંકા દેશને છે. અગાઉના બે મુકાબલામાં વજન ૫૦ કિલો હતું તો એક જ રાતમાં તે બે અઢી કિલો વધી કઈ રીતે ગયું તે પ્રશ્ન દેશને સતાવી રહ્યો છે. વિનેશના કાકા અને પૂર્વ કોચ મહાવીર ફોગતે પણ આ જ પ્રશ્ન પૂછયો છે. વિપક્ષ પણ વિનેશ સામે ષડંયત્ર થયું હોવાના આરોપ લગાવી રહ્યો છે.
સિલ્વર મેડલ વિજેતાને જે સુવિધાઓ મળે છે તે વિનેશને અપાશે: હરિયાણા મુખ્યમંત્રી
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ પોતાના એકસ એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું કે વિનેશ આપણા બધા માટે ચેમ્પિયન છે. અમારી સરકારે નક્કી કયુ છે કે વિનેશ ફોગાટનું મેડલ વિજેતાની જેમ સ્વાગત અને સન્માન કરવામાં આવશે. હરિયાણા સરકાર ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતાને જે પણ સન્માન, પુરસ્કારો અને સુવિધાઓ આપે છે તે વિનેશ ફોગાટને પણ આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech