ભારત સ્ટાર પરફોર્મર, વૈશ્વિક વૃદ્ધિમાં 16 ટકાનું યોગદાન: આઈએમએફ

  • December 19, 2023 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ડિજિટલાઈઝેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં આર્થિક સુધારાને કારણે મજબૂત દરે વૃદ્ધિ પામતા, ભારત સ્ટાર પરફોર્મર તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક વૃદ્ધિમાં 16 ટકાથી વધુ યોગદાન આપવાનો અંદાજ છે, એમ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે જણાવ્યું હતું.છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ભારત ખૂબ જ મજબૂત દરે વિકાસ કરી રહ્યું છે. જ્યારે તમે અન્ય વોકસિત દેશોની સાથે વાસ્તવિક વૃદ્ધિની સરખામણી કરો ત્યારે ભારતસ્ટાર પર્ફોર્મર્સ બનીને ઉભરી આવે છે. ભારત સૌથી ઝડપથી વિકસતા મોટા ઉભરતા બજારોમાંનું એક છે અને અમારા વર્તમાન અંદાજ મુજબ, તે આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં 16 ટકાથી વધુનું યોગદાન આપી રહ્યું છે, એમ આઈએમએફમાં ભારતના મિશન નાડા ચૌઈરીએ પીટીઆઈને એક મુલાકાતમાં જણાવ્યું હતું.


આઈએમએફએ સોમવારે ભારત સાથે તેની વાર્ષિક પરામર્શ બહાર પાડ્યો, જે મુજબ દક્ષિણ એશિયાઈ દેશ, સમજદાર મેક્રો ઈકોનોમિક નીતિઓ પર આધારિત, આ વર્ષે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંથી એક બનવાના માર્ગ પર છે.તેમ છતાં ભારતની અર્થવ્યવસ્થા વૈશ્વિક મંદી સહિતના વિપરીત પવનોનો સામનો કરી રહી છે, તેમ ચૌઇરીએ જણાવ્યું હતું.


ચૌઇરીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા અને વૃદ્ધિ માટે મજબૂત આધાર માટે જરૂરી લોજિસ્ટિક્સ વિકસાવવા માટે ખૂબ જ મજબૂત દબાણ છે. ભારતની વસ્તી મોટી, યુવા અને વધતી જતી છે અને જો આ ક્ષમતાનો માળખાકીય સુધારા દ્વારા ઉપયોગ કરવામાં આવે તો મજબૂત દરે વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે, એમ તેમણે જણાવ્યું હતું.

સરકારે ઘણા માળખાકીય સુધારાઓ હાથ ધયર્િ છે, જેમાંથી મુખ્ય સુધારો ડિજીટલાઇઝેશન છે, જે ઘણા વર્ષોથી વિકસી રહ્યું છે અને ભવિષ્યમાં ઉત્પાદકતા અને વૃદ્ધિ માટે ભારતને મજબૂત પ્લેટફોર્મ પર મૂક્યું છે. આઈએમએફ તેના વાર્ષિક અહેવાલમાં ભલામણ કરે છે કે નીતિની પ્રાથમિકતાઓ નાણાકીય બફરને ફરીથી ભરવા, ભાવ સ્થિરતા હાંસલ કરવા, નાણાકીય સ્થિરતા જાળવવા અને દેવાની ટકાઉપણું જાળવી રાખીને વ્યાપક માળખાકીય સુધારા દ્વારા સમાવેશી વૃદ્ધિને વેગ આપવા પર ભારત ધ્યાન કેન્દ્રિત કરે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application