ગ્લોબલ ઈકોનોમીમાં ભારત બ્રાઈટ સ્પોટ પર: ચીન પર આર્થિક સંકટ

  • February 05, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચીનની અર્થવ્યવસ્થા ૫ વર્ષ સુધી આર્થિક મંદીમાં અટવાયેલી રહે તેવી શકયતા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફડં તરફથી ગ્લોબલ ફોરકાસ્ટ રિપોર્ટ ૨૦૨૪ અનુસાર, ચીનની અર્થવ્યવસ્થા ૨૦૨૮ સુધી સુસ્ત રહેશે. ચીનની અર્થવ્યવસ્થા ઓછી ઉત્પાદકતા અને વધતી વસ્તીના કારણે સંઘર્ષ કરી રહી છે. ચીનનો જીડીપી વૃદ્ધિ દર ૨૦૨૮ સુધીમાં ઘટીને ૩.૫% થઈ જશે. તેનું શેરબજાર સતત ઘટી રહ્યું છે અને ૬ ટ્રિલિયન ડોલર વેડફાઈ ચુકયા છે.


જયારે ભારત વૈશ્વિક અર્થતંત્રમાં એક બ્રાઈટ સ્પોટ પર છે. આઈએમએફ અનુસાર, દેશની અર્થવ્યવસ્થા આ વર્ષે ૬.૩%ના દરે વૃદ્ધિ કરશે. દેશમાં બેરોજગારી અને છૂટક ફુગાવો પણ ઘટવાની ધારણા છે. ૭૮% ગ્લોબલ સીઈઓને અપેક્ષા છે કે ભારતીય અર્થતત્રં ૨૦૨૪માં વિશ્વમાં સૌથી ઝડપી વૃદ્ધિ કરશે.ગ્લોબલ સીઈઓની આગાહીઓ મુજબ વર્ષ ૨૦૨૪માં ભારત, અમેરિકા અને જાપાનના શેરબજારોમાં વધુ વધારો થવાની ધારણા છે.


નોકરીઓ પર રોબોટિકસ – એઆઈનો ખતરો, વિશ્વભરમાં એઆઈનો દુપયોગ વધવાની સંભાવના પણ છે. વ્યાજદરમાં ઘટાડો આ વર્ષે જુલાઈ પછી શ થવાની ધારણા છે, બોન્ડમાં રોકાણ વધશે. રિટેલ મોંઘવારી દરમાં ઘટાડો થશે, હવે અમેરિકામાં આર્થિક મંદીની શકયતા ઓછી છે. વૈશ્વિક વિકાસ દર ૨.૫% થી ૩.૫% રહેશે, ભારતીય અર્થતત્રં આગામી ૫ વર્ષમાં સૌથી ઝડપી વૃદ્ધિ કરશે, ચીનને પાછળ છોડી દેશે. વિશ્વભરની સરકારો પર દેવું સતત વધી રહ્યું છે, ઘણા દેશો ડિફોલ્ટ થઈ શકે છે. ઉત્તર કોરિયા પણ યુદ્ધની ઘોષણા કરી શકે છે અને રશિયા–યુક્રેન અને ઈઝરાયેલ–હમાસ યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહે તેવી શકયતા છે. ચીનની આર્થિક મંદી અને પ્રોપર્ટી માર્કેટ ક્રેશને કારણે બેંકો પર દબાણ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application