વર્લ્ડ કપમાંથી ભારતને રૂા. ૧૩,૫૦૦ કરોડની કમાણી થવાનો અંદાજ

  • October 06, 2023 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાં ક્રિકેટ વલ્ર્ડ કપ ૨૦૨૩નો પ્રારભં થઈ ચુકયો છે. ક્રિકેટની સૌથી મોટી જગં ખિતાબ જીતવા માટે ૧૦ ટીમો પૂરા ઉત્સાહ સાથે રમશે. વિજેતા ટીમને આઈસીસી દ્રારા ૧૦ મિલિયન ડોલર એટલે કે અંદાજે . ૮૩ કરોડની રકમ સાથે એક ભવ્ય ટ્રોફી આપવામાં આવશે. તેના માટે મુખ્ય આયોજક હોવાના કારણે ભારત આમાંથી સારી એવી કમાણી પણ કરશે. ભારત ક્રિકેટના ઈતિહાસમાં ચોથી વખત વર્લ્ડ કપનું યજમાન બન્યું છે. આ પહેલા ભારતે ૧૯૮૭, ૧૯૯૬ અને ૨૦૧૧માં પણ વલ્ર્ડ કપ પોતાના નામે કર્યેા હતો. એક અહેવાલ મુજબ ભારત આ વલ્ર્ડ કપમાંથી અંદાજે . ૧૩,૫૦૦ કરોડની કમાણી કરશે.


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્રારા આયોજિત આ ક્રિકેટ વલ્ર્ડ કપ દેશના કુલ ૧૦ શહેરોમાં રમાશે. તેની શઆત ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી થશે. વલ્ર્ડ કપ ૨૦૨૩ની ફાઈનલ પણ આ જ સ્ટેડિયમમાં ૧૯ નવેમ્બરે રમાશે. દેશ–વિદેશના હજારો ક્રિકેટ ચાહકો પણ ભારતમાં આવવા લાગ્યા છે. આ દોઢ મહિનાના સમયગાળામાં, ટીમો એક સ્ટેડિયમથી બીજા સ્ટેડિયમમાં જશે, હોટલોમાં રોકાશે, હજારો દર્શકો આવશે, જેનો સંપૂર્ણ લાભ ભારતની અર્થવ્યવસ્થાને મળશે. આ અંદાજ હોટલ બુકિંગ, હવાઈ મુસાફરી, આંતર–રાજય અને આંતર–શહેર મુસાફરી, ખાણી–પીણીના ખર્ચ અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.


એક અંદાજ મુજબ ૧૦ શહેરોમાં વલ્ર્ડ કપ યોજાઈ રહ્યો હોવાને કારણે યારે ટીમો એક શહેરથી બીજા શહેરમાં જશે ત્યારે હવાઈ ટ્રાફિક પણ વધશે કારણ કે આ દેશોના ક્રિકેટ ચાહકો પણ ત્યાં જઈને મેચ જોવા ઈચ્છશે. તે સ્વાભાવિક છે કે ક્રિકેટના ચાહકો અને અન્ય લોકો હોટલ બુક કરશે, મુસાફરી કરશે, ખોરાક ખાશે, ખરીદી કરશે અને સ્થળોની મુલાકાત લેશે. એક અંદાજ મુજબ આ ક્ષેત્રને અનેક ગણો ફાયદો થશે. આ ઉપરાંત ટૂર્નામેન્ટ દરમિયાન જ તહેવારો પણ આવશે. દિવાળી જાહેરાતકારો માટે બેવડી તક લાવશે. બ્રાન્ડસ ગ્રાહકો માટે વિવિધ પ્રકારની આફર્સ લાવીને આ તકનો લાભ ઉઠાવી શકે છે. આના કારણે, જાહેરાતના દરો વધી શકે છે અને ૩૬–દિવસની ટુર્નામેન્ટ દરમિયાન જાહેરાત બેરેજ વધુ પડતી બની શકે છે.


સ્પોટની કિંમત એટલે કે વર્લ્ડ કપ માટેની છેલ્લી ઘડીની જાહેરાતોની કિંમત ૧૦ સેકન્ડની જાહેરાતના આધારે વસૂલવામાં આવે છે જે ભારતીય ટીમના પ્રદર્શનના આધારે નક્કી કરવામાં આવશે. પરંતુ મીડિયા આયોજકોના જણાવ્યા અનુસાર, જોખમને ટાળવા માટે, કુલ જાહેરાતોના માત્ર ૧૦ ટકા જ છેલ્લી ઘડી સુધી રાખવામાં આવે છે.ભારતીય ટીમ નવ મેચ રમશે. તે પાકિસ્તાન સાથે પણ મેચ રમશે જેની બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સેમી–ફાઇનલ અને ફાઇનલ સુધીની ટીમની સફર જ જાહેરાતોની કિંમત નક્કી કરશે.આ સિવાય સ્ટેડિયમમાં મેચ જોવા માટે વેચાતી ટિકિટોમાંથી પણ સારી એવી આવક થાય છે. એક શહેરથી બીજા શહેરમાં જવા માટે, ક્રિકેટ ચાહકો ટ્રેન, લાઇટ અથવા કેબ સેવાઓ લેશે, જેનાથી ભારતને મોટી આવક થવાની અપેક્ષા છે. આ સિવાય ભારત આવતા વિદેશી ક્રિકેટ ચાહકો પણ તેમના ફ્રી સમયમાં પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકે છે, જેના કારણે હોટલ બુકિંગ, હવાઈ મુસાફરી, આંતર–રાય અને આંતર–શહેર મુસાફરી, ખાણી–પીણીના ખર્ચ કરી શકે છે.

ડિઝની સ્ટારને વર્લ્ડ કપ ટૂર્નામેન્ટથી અધધ.. ૨,૦૦૦ કરોડ રૂપિયાની આવકની શકયતા
આઈસીસી વલ્ર્ડ કપ ટુર્નામેન્ટના ડિજિટલ અને પ્રસારણ અધિકારો ડિઝની સ્ટાર પાસે છે. ૨૦૧૯ની જેમ આ વખતે પણ કંપનીએ વલ્ર્ડ કપની મેચો ફ્રીમાં ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે, એટલે કે જેઓ ડિઝની  હોટસ્ટારને સબસ્ક્રાઇબ નથી કરતા તેઓ પણ તેના પર વલ્ર્ડ કપની મેચો જોઈ શકશે. તેના કારણે જ મોટી માત્રામાં જાહેરાતના નાણાં ડિજિટલ મીડિયા તરફ ગયા છે. એવું માનવામાં આવે છે કે જાહેરાતોમાંથી ૫૫ ટકા આવક ડિજિટલ ટથી જ આવશે. જેના કારણે ડિઝની સ્ટાર જાહેરાત દ્રારા ઓછામાં ઓછા ૨,૦૦૦ કરોડ પિયા કમાઈ શકે છે. આઈસીસી વલ્ર્ડ કપ, જે સમગ્ર એશિયા અને વિશ્વના ઘણા ભાગોમાં ભારે ઉત્સાહ સાથે જોવામાં આવે છે તેમાંથી અડધો હિસ્સો ટેલિવિઝનનો હશે અને અડધો હિસ્સો તેની ઓટીટી ચેનલ ડિઝની  હોટસ્ટાર પર આવશે. કંપનીને આશા છે કે વલ્ર્ડ કપ દરમિયાન ન્યૂઝ ચેનલો, અખબારો, સોશિયલ મીડિયા અને ડિજિટલ માધ્યમો પર ક્રિકેટને લગતી ઘણી જાહેરાતો જોવા મળશે. આથી આગામી સવા મહિના માટે વિશ્વ કપ જાહેરાતકર્તાઓનું સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હશે. એફએમસીજી કંપનીના વરિ અધિકારીએ જણાવ્યું કે ક્રિકેટમાં તેમના કુલ જાહેરાત ખર્ચના લગભગ ૩૫ ટકા ડિજિટલ માધ્યમ પર ખર્ચવામાં આવે છે. જો મેચો ઓટીટી પર મફતમાં રમાય છે, તો ૫૦ ટકા જેટલી જાહેરાતો ડિજિટલ માધ્યમ પર આવી શકે છે. પરંતુ સ્ટાર–ડિઝનીના પ્રવકતાએ કોઈપણ આંકડા આપવાનો ઇનકાર કર્યેા હતો. અગ્રણી એડવર્ટાઈઝિંગ કંપની રેડિયુઝનના પ્રેસિડેન્ટ સંદીપ ગોયલ કહે છે, 'જો આપણે રફ ગણતરી કરીએ તો પણ સ્ટારને ટૂર્નામેન્ટ દરમિયાન જાહેરાતોમાંથી લગભગ . ૨,૦૦૦ કરોડ મળવા જોઈએ. આ રકમ વધુ પણ હોઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application