વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાન સામે ભારત હંમેશા રહ્યું અજેય

  • October 03, 2023 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય ટીમ  વર્લ્ડ કપમાં તેના અભિયાનની શઆત ૦૮ ઓકટોબરે પાંચ વખતની ભૂતપૂર્વ વલ્ર્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે કરશે. વલ્ર્ડ કપના ઈતિહાસ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રેકોર્ડ સૌથી ખરાબ રહ્યો છે. જયારે  ટીમ ઇન્ડિયાના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ભારત અજેય રહ્યું છે આ ઉપરાંત ભારતીય ટીમ આ સ્ટેડીયમમાં મેચ રમશે અને અત્યાર સુધીનો તેનો અન્ય ટીમ સામેનો રેકોર્ડ દર્શાવવામાં આવ્યો છે.આ ટુર્નામેન્ટ ભારતમાં ૫ ઓકટોબરથી ૧૯ નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ બંને ટીમો ૨૦૧૯ વલ્ર્ડ કપની ફાઇનલમાં સામ સામે રમી હતી. આ બંને ટીમો ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ૫ ઓકટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. આ સાથે જ ભારતની પ્રથમ મેચ ૮ ઓકટોબરે ચેન્નઈના મેદાન પર ઓસ્ટ્રેલિયા સાથે રમાશે. ભારત ૧૪ ઓકટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેદાન પર પાકિસ્તાન સામે ટકરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application