રેટિંગ એજન્સી ક્રિસિલે ભારતીય અર્થવ્યવસ્થા માટે એક રિપોર્ટ જાહેર કર્યેા છે જેમાં તેણે કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થાનું કદ ૨૦૩૧ સુધીમાં ૭ ટિ્રલિયન ડોલર સુધી પહોંચી જશે. આ સમયગાળા દરમિયાન દેશની જીડીપીનો વાર્ષિક વૃદ્ધિ દર ઘટીને ૬.૭ ટકા પર આવી જશે. નાણાકીય વર્ષ ૨૦૨૫ થી નાણાકીય વર્ષ ૨૦૩૧ સુધીનો વાર્ષિક જીડીપી કોવિડ રોગચાળા પહેલાના દાયકામાં (૧૦ વર્ષ) ૬.૬ ટકાના સરેરાશ વૃદ્ધિ દર જેટલો જ રહેશે.
વૈશ્વિક પરિસ્થિતિઓ અને ભૌગોલિક–રાજકીય તણાવમાં કોઈપણ વધારો સપ્લાય ચેઈનમાં વિક્ષેપ પેદા કરી શકે છે. દેશો વચ્ચેના વેપારમાં વિક્ષેપ આવી શકે છે અને કાચા તેલના ભાવ વધી શકે છે. વૈશ્વિક સમસ્યાઓ દેશના ફુગાવાના દરને અસર કરી શકે છે અને ઇનપુટ ખર્ચ વધી શકે છે. રાજકોષીય ખાધ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્રારા કરવામાં આવી રહેલા પ્રયાસોની અસર વિકાસ પર પણ દેખાતી હોવી જોઈએ. રિપોર્ટમાં હવામાનની સ્થિતિ અને ભૌગોલિક–રાજકીય અનિશ્ચિતતાને વૃદ્ધિ અને ફુગાવા માટેના મુખ્ય જોખમો તરીકે ગણવામાં આવ્યા છે. ઈટી– ક્રિસિલ ઇન્ડિયાના પ્રોગ્રેસ રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી ૬.૮ ટકા રહેવાનો અંદાજ છે. તેની પાછળનું મુખ્ય કારણ ધિરાણના કડક નિયમો અને શહેરી માંગ પર ઐંચા વ્યાજના સ્તરની અસર છે. રિપોર્ટમાં એવો અંદાજ છે કે મજબૂત સેવા નિકાસ અને રેમિટન્સના પ્રવાહને કારણે ભારતની ચાલુ ખાતાની ખાધ સલામત ઝોનમાં રહેશે, જોકે ૨૦૨૪–૨૫ દરમિયાન સીએડી જીડીપીના ૧ ટકા સુધી વધવાની ધારણા છે, જે ૦.૭ ટકાની સરખામણીમાં ૨૦૨૩–૨૪માં ૧ ટકા રહેશે. સીપીઆઈ (કન્યુમર પ્રાઇસ ઇન્ડેકસ) પર આધારિત ફુગાવાનો દર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫માં સરેરાશ ૪.૫ ટકા રહેવાનો અંદાજ છે. તે ગયા વર્ષની સરેરાશ એટલે કે ૫.૪ ટકા કરતાં ઓછો હોવાનો અંદાજ છે. આ વર્ષે ખરીફ વાવણી વધુ હતી પરંતુ ધાર્યા કરતા વધુ વરસાદ અને કમોસમી વરસાદની અસર હજુ સુધી જાણી શકાઈ નથી અને આની ખૂબ જર છે. ચાલુ નાણાકીય વર્ષના બાકીના સમયગાળા માટે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ ખાધ ફુગાવો અને કૃષિ આવક માટે સતત જોખમ રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech