ભારત અને અમેરિકાએ આજે (22 સપ્ટેમ્બર) અબજો ડોલરના ડ્રોન સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસના પહેલા દિવસે જો બાઈડેન સાથે મુલાકાત કરી હતી.
આ દરમિયાન પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. બંને નેતાઓએ ડ્રોન ડીલ અંગે પણ વિગતવાર ચર્ચા કરી હતી.
ભારત અમેરિકા પાસેથી 31 MQ-9B સ્કાય ગાર્ડિયન અને સી ગાર્ડિયન ડ્રોન ખરીદી રહ્યું છે.
ભારત અમેરિકા પાસેથી 31 MQ-9B સ્કાય ગાર્ડિયન અને સી ગાર્ડિયન ડ્રોન ખરીદવાની પ્રક્રિયામાં છે. આ ડ્રોન ખરીદવાની કિંમત લગભગ 3 અબજ ડોલર છે. આ સમયે ભારતનો હેતુ ચીનની સરહદ પર દેખરેખ ક્ષમતા વધારવાનો છે. આ ડીલ માટે વાટાઘાટો એક વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલી રહી હતી. ગયા વર્ષે જૂનમાં, સંરક્ષણ મંત્રાલયે યુએસ પાસેથી MQ-9B સ્કાય ગાર્ડિયન અને સી ગાર્ડિયન સશસ્ત્ર ડ્રોન એર-ટુ-ગ્રાઉન્ડ મિસાઇલો અને લેસર-ગાઇડેડ બોમ્બથી સજ્જ ડ્રોનની ખરીદીને મંજૂરી આપી હતી.
ડ્રોન ખરીદવા ઉપરાંત, ભારતીય નૌકાદળ આ નાણાકીય વર્ષમાં બે અન્ય મોટા સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરવાની યોજના પણ બનાવી રહી છે. નૌકાદળ આ વર્ષે વધુ 3 સ્કોર્પિન સબમરીન અને 26 રાફેલ-એમ ફાઇટર એરક્રાફ્ટ ખરીદવા માટે કરાર કરી શકે છે.
પાકિસ્તાન અને ચીનને લાગશે આંચકો
આ ડ્રોન સશસ્ત્ર દળોની સર્વેલન્સ સિસ્ટમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા સૈન્ય મુકાબલા વચ્ચે ભારત ચીન સાથેની 3,488 કિમીની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર આ ડ્રોન તૈનાત કરી શકે છે. 31 MQ-9B ડ્રોનને 40,000 ફૂટથી વધુની ઉંચાઈ પર લગભગ 40 કલાક ઉડવા માટે બનાવવામાં આવ્યું છે. આ ડ્રોન 170 હેલફાયર મિસાઈલ, 310 GBU-39B પ્રિસિઝન-ગાઈડેડ ગ્લાઈડ બોમ્બ, નેવિગેશન સિસ્ટમ, સેન્સર સ્યુટ અને મોબાઈલ ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમથી સજ્જ છે.
આ ડ્રોન ખૂબ જ શક્તિશાળી છે. અમેરિકાએ આ ડ્રોન વડે અલ કાયદાના નેતા અલ જવાહિરીને મારી નાખ્યો હતો. આ ડ્રોનની સૌથી ખાસ વાત એ છે કે તેને કોઈપણ મિશન માટે મોકલી શકાય છે. તેની મદદથી સર્વેલન્સ, જાસૂસી, માહિતી એકત્ર કરવા અથવા દુશ્મનના ઠેકાણાઓ પર છુપી રીતે હુમલો પણ કરી શકાય છે. તેની રેન્જ 1900 કિ
લોમીટર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech