એશિયન પેરા ગેમ્સમાં ભારતે પૂરી કરી મેડલની સદી: દિલીપ ગાવિતે 100 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ

  • October 28, 2023 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય ખેલાડીઓએ 2023માં શાનદાર પ્રદર્શન કરતા 100મો મેડલ જીતી લીધો છે. દિલીપ ગાવિતે 400 મીટર રેસ ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીતની સાથે જ ભારતની મેડલ સંખ્યા 100 પર પહોંચી ગઈ છે. સુયશ જાધવે ભારત માટે 99મી મેન્સ બટરફ્લાય સ્વિમિંગ જીતી છે. ધરમરાજ સોલઈરાજે ભારત માટે 98મો મેડલ અને 25મો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા ભારતે બેડમિન્ટનમાં 3 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા છે. ભારતે 100 મેડલમાંથી 25 ગોલ્ડ મેડલ જીત્યા છે.
ભારતે એશિયન પેરા ગેમ્સ 2023માં પાંચમાં દિવસ સુધી કુલ 92 મેડલ જીત્યા હતા. આ પહેલા ચોથા દિવસે ભારતના ખાતામાં 82 મેડલ હતા. ગઈકાલે શીતલ દેવીએ આર્ચરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ રમન શમર્એિ ભારતને 1500 મીટર રેસમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.પ્રમોદ ભગતે મેન્સ સિંગલ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મુરુગેશને પણ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રાકેશ કુમારે આર્ચરીમાં સિલ્વર અને સુહાસ એલવાય મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં પણ ભારતને ગોલ્ડ મેડલ મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application