ઈન્ડિયાએ શ્રીલંકાને 4 વિકેટે હરાવી મેળવી શાનદાર જીત, કેએલ રાહુલે ફિફટી ફટકારી

  • January 13, 2023 04:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteam 


હાલના ભારતીય ક્રિકેટ ટીમ જોરદાર ફોર્મમાં છે. ત્યારે T20 સીરીઝ 2-1 થી ભારતે કબ્જે કર્યા બાદ હવે ભારતે વન-ડે સીરીઝ પર 2-0 થી કબ્જે કરી લીધી છે. ત્યારે આગામી સમયમાં આવી રહેલ વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ દ્વારા  T20 અને વન-ડે સીરીઝ કબ્જે કરી છે. 

શ્રીલંકાએ આપેલા ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયા માટે શુભમન ગિલ અને રોહિત શર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોહિત 17 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 21 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા. શુભમન 12 બોલમાં 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલી પણ કંઈ ખાસ કરી શક્યો નથી. તે માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ અય્યરે 33 બોલમાં 28 રન બનાવ્યા હતા.

હાર્દિક પંડ્યાએ રાહુલ સાથે અડધી સદીની ભાગીદારી રમી હતી. તે 53 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. અક્ષર પટેલે 21 બોલમાં 21 રન બનાવ્યા હતા. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. રાહુલે ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 103 બોલનો સામનો કરીને અણનમ 64 રન બનાવ્યા હતા. રાહુલે આ મેચમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાનો ટોપ બેટિંગ ઓર્ડર ખરાબ રીતે હચમચી ગયો હતો, ત્યારબાદ રાહુલે લીડ લીધી અને જીત મેળવી. કુલદીપ યાદવ 10 બોલમાં 10 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 2 ચોગ્ગા પણ ફટકાર્યા હતા.

શ્રીલંકાએ બીજી વનડેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓલઆઉટ થતાં સુધી ટીમે 39.4 ઓવરમાં 215 રન બનાવ્યા હતા. આ દરમિયાન નુવાનિડુ ફર્નાન્ડોએ અડધી સદી ફટકારી હતી. તેણે 63 બોલનો સામનો કરીને 50 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા સામેલ હતા. કુસલ મેન્ડિસે 34 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 34 રન બનાવ્યા હતા. કેપ્ટન દાસુન શનાકા માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. ઓપનર ખેલાડી અવિશકા ફર્નાન્ડોએ 20 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 17 બોલમાં 4 રન બનાવ્યા હતા.


શ્રીલંકાની ઇનિંગ દરમિયાન ભારત તરફથી મોહમ્મદ સિરાજે 3 વિકેટ ઝડપી હતી. તેણે 5.4 ઓવરમાં 30 રન આપ્યા હતા. કુલદીપ યાદવે પણ ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે 10 ઓવરમાં 51 રન આપ્યા હતા. ઉમરાન મલિકે 7 ઓવરમાં 48 રન આપીને 2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 5 ઓવરમાં 16 રન આપીને એક વિકેટ લીધી હતી.

ભારતીય ક્રિકેટ ટીમે કોલકાતામાં રમાયેલી બીજી વનડે મેચમાં શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભારતને 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 43.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી કેએલ રાહુલે 64 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની અડધી સદીની મદદથી ભારતીય ટીમ કટોકટી સામે લડીને જીતવામાં સફળ રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application