વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 8મી વખત હરાવ્યું, રોહિત અને શ્રેયસે અડધી સદી ફટકારી

  • October 14, 2023 09:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ICC ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનને સતત આઠમી વખત હારનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું છે. ભારતીય પ્લેયર રોહિત શર્માએ 86 રન અને શ્રેયસ અય્યરે 53 રનની અણનમ ઇનિંગ રમી હતી.


ભારતે ODI વર્લ્ડ કપમાં 8મી વખત પાકિસ્તાનને હરાવ્યું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 191 રન બનાવ્યા હતા. ભારતે ત્રણ વિકેટ ગુમાવીને 30.3 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો છે.


પાકિસ્તાનની શરૂઆત સારી રહી
પાકિસ્તાનની શરૂઆત સારી રહી હતી. ટીમની પહેલી વિકેટ 41ના સ્કોર પર પડી હતી. જ્યારે બીજી વિકેટ 73ના સ્કોર પર પડી. આ પછી સુકાની બાબર આઝમ અને રિઝવાન વચ્ચે 82 રનની ભાગીદારી થઈ હતી. મહત્વનું છે કે એક સમયે એવું લાગતું હતું કે પાકિસ્તાનનો સ્કોર 300થી વધુ થશે પરંતુ સિરાજે બાબર (50)ને આઉટ કરીને આ આશા પર પાણી ફેરવી દિધુ હતું. જે બાદ બુમરાહે રિઝવાન (49)ને આઉટ કરીને પાકિસ્તાનની ઇનિંગ્સને નબળી સ્થિતિ પર લાવી દિધી હતી. આ પછી પાકિસ્તાનનો કોઈ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો. કુલદીપ, જાડેજા, હાર્દિકે પાકિસ્તાનની ઇનિંગ્સને સમેટી લેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. શાર્દુલ સિવાય અન્ય તમામ બોલરોને બે-બે વિકેટ મળી હતી.


ભારતની રહી આ સ્થિતિ
192 રનના ટાર્ગેટનો પીછો કરતા રોહિત શર્માએ ચોગ્ગા સાથે શરૂઆત કરી હતી. શુભમન ગિલ પણ રોહિતના રંગમાં જોવા મળ્યો હતો, જોકે તે 16 રનના સ્કોર પર આઉટ થયો હતો. રોહિતના બેટમાંથી ચોગ્ગા અને છગ્ગા નીકળતા રહ્યા. રોહિતે આઉટ થતા પહેલા 86 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 16 રન બનાવ્યા હતા.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી ટીમને અભિનંદન આપી આગળના મેચ માટે શુભકામના પાઠવી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application